- ઉર્વશી રૌતેલાએ કહ્યું ટીમ ઈન્ડિયા ટ્રોફી જરૂરથી લાવશે
- અનુપમ ખેરે કહ્યું દિલ ધડકી રહ્યું છે
- રવિના ટંડને પણ ટીમ ઈન્ડિયાને આપી શુભેચ્છાઓ
આજે 19 નવેમ્બરે વર્લ્ડ કપ ફાઈનલની મેચ છે જે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આ મુકાબલો યોજાવવા જઈ રહ્યો છે ત્યારે દેશભરમાં ક્રિકેટ રસિયાઓમાં જોશ છે.
ફિલ્મી દુનિયામાં પણ જોવા મળ્યો ક્રિકેટનો ક્રેઝ
વર્લ્ડ કપને લઈને ફિલ્મ જગતમાં પણ ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સેલેબ્સ સતત ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ આપી રહ્યા છે તો અનેક સિતારાઓએ પણ ટીમ ઈન્ડિયાને વિજેતા જાહેર કરી દીધા છે.
સોનૂ સૂદે કહ્યું- જીત પાક્કી છે
હાલમાં બોલિવૂડ એક્ટર સોનૂ સૂદે કહ્યું કે હું પહેલાથી ટીમ ઈન્ડિયાને અભિનંદન આપવા ઈચ્છું છું. જ્યારે ટીમમાં આટલા સારા પ્લેયર્સ હોય તો જીત તો પાક્કી છે. દેશ ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી રહ્યો છે અને જ્યારે કોઈ દિલથી દુઆ કરે છે તો તે જરૂરથી પૂરી થાય છે. ઓલ ધ બેસ્ટ ટીમ ઈન્ડિયા.
ઉર્વશી રૌતેલાએ કહ્યું- ટીમ ઈન્ડિયા ટ્રોફી જરૂરથી લાવશે
ઉર્વશીએ મેચને લઈને પોતાના એક્સાઈટમેન્ટને જાહેર કર્યું છે. તેણે કહ્યું કે હું એક્સાઈટેડ છું અને મને ખ્યાલ છે કે ટીમ ઈન્ડિયા ટ્રોફી જરૂર લાવસે. ઉલ્લેખનીય છે કે ઉર્વશી મેચ જોવા અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂકી છે.
અનુપમ ખેરે કહ્યું- દિલ ધડકી રહ્યું છે
અભિનેતા અનુપમ ખેરે કહ્યું આજે ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ છે, મારું દિલ જોરથી ધડકી રહ્યું છે. આજે ભારતની જીત વિશ્વમાં સંભળાશે અને આપણે 100 ટકા જીતીશું.
રવિના ટંડને પણ ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન
રવિના ટંડને પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા. એક્ટ્રેસે કહ્યું કે ઓલ ધ બેસ્ટ ટીમ ઈન્ડિયા. લહેરા દો તિરંગા, જય હિંદ જય ભારત…આજે રજાનો દિવસ છે અને રાતથી દેશ ઉજવણીના માહોલમાં છે. ટીમ ઈન્ડિયાની જીતની ખુશીમાં ઉજવણી કરાશે. અમારી પ્રાર્થના ટીમ ઈન્ડિયાની સાથે છે.


