- શ્રીલંકા વિરુદ્ધ ભારતીય ટીમની ઐતિસાહિક જીત
- રોહિત શર્માએ જીત બાદ ક્રિકેટ ફેન્સનું જીત્યું દિલ
- રોહિતે સ્ટેન્ડમાં બેસેલા ફેનને સૂઝ ભેટમાં આપ્યા
રોહિત શર્મા વનડે વર્લ્ડકપ 2023માં એકમાત્ર એવો કેપ્ટન છે, જેની ટીમ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેદાનની અંદર બેટથી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. હવે તેમણે મેદાનની બહાર એટલે કે સ્ટેન્ડમાં બેઠેલા દર્શકોના દિલ પણ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતીય કેપ્ટન એક ફેનને સૂઝ આપતો જોવા મળી રહ્યો છે.
રોહિતે ફેનના આપ્યા સૂઝ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે હિટમેન સ્ટેન્ડની વચ્ચે બનેલા પાથમાં ઊભો છે અને ફેન્સને કેટલાક સંકેતો આપી રહ્યો છે. પછી તે સ્ટેન્ડમાં હાજર ફેનને સૂઝ આપે છે. વીડિયોમાં સ્ટેન્ડમાં હાજર દર્શકો રોહિત ભાઈ, રોહિત ભાઈની બૂમો પાડતા સાંભળી શકાય છે. એક તરફ મેદાનની અંદર રોહિત શર્મા પોતાના બેટથી બોલરોની સ્થિતિ બગાડી રહ્યો છે તો બીજી તરફ તે બહાર ફેન્સનું દિલ જીતવામાં કોઈ કસર છોડી રહ્યો નથી.
રોહિત સેના શરૂઆતની 7 મેચ જીતી
રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. રોહિત બ્રિગેડે ત્રણેય વિભાગોમાં ઉત્તમ કામગીરી કરી છે. આ સાથે જ મેજબાન ભારત સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ભારતે 2 નવેમ્બરે શ્રીલંકાને હરાવ્યું અને ટૂર્નામેન્ટમાં તેની સતત સાતમી જીત મેળવી અને સેમીફાઇનલની ટિકિટ મેળવી છે.
અત્યારે શાનદાર ફોર્મમાં રોહિત શર્મા
ઉલ્લેખનીય છે કે, સુધી રોહિત શર્માએ પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 7 મેચની 7 ઈનિંગમાં 57.43ની એવરેજ અને 119.64ની સ્ટ્રાઈક રેટથી 402 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 2 ફિફ્ટી સામેલ છે. આ દરમિયાન રોહિત શર્માના બેટમાંથી 44 ફોર અને 20 સિક્સ નિકળી છે. ભારતીય કેપ્ટન અત્યારે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સ ફટકારનારો બેટ્સમેન છે.