- મોહમ્મદ શમી વર્લ્ડકપ 2023માં 16 વિકેટ લીધી
- ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા સ્થાને
- શમીએ પાકિસ્તાની ચાહકોને આપ્યો જડબાતોડ જવાબ
વર્લ્ડકપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર પ્રદર્શનને પાકિસ્તાનના ઘણા પૂર્વ ખેલાડીઓ પચાવી શક્યા નથી. પાકિસ્તાનના ઘણા પૂર્વ ક્રિકેટરો આરોપ લગાવતા જોવા મળ્યા હતા કે ભારતીય બોલરોને અલગ-અલગ બોલ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત DRS પણ ભારતની તરફેણમાં આપવામાં આવી રહ્યું છે. દરમિયાન, ભારતીય ઝડપી મોહમ્મદ શમીએ ગુસ્સામાં તેના શબ્દોથી પાકિસ્તાની ચાહકો જડબાતોડ જવાબ આપ્યો છે.
શમીએ પાકિસ્તાની ચાહકોને આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર હસન રઝાએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે ICC અને BCCI ભારતીય ઝડપી બોલરોને અલગ-અલગ બોલ આપી રહ્યા છે, જે તેમને સીમિંગ અને સ્વિંગ કરવામાં વધુ મદદ કરી રહ્યા છે. જેના પર શમીએ ખૂબ જ યોગ્ય જવાબ આપ્યો છે. શમીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું, “થોડી શરમ કરો મિત્ર, રમત પર ધ્યાન કેન્દ્રિત કરો અને બિનજરૂરી બકવાસ પર નહીં. ક્યારેક અન્યની સફળતાનો આનંદ માણો. શીટ મેન, આ આઈસીસી વર્લ્ડકપ છે, તમારી સ્થાનિક ટુર્નામેન્ટ નથી અને તમે ફક્ત એક ખેલાડી હતા. વસીમભાઈએ ખુલાસો કર્યો છે. તમને તમારા ખેલાડી વસીમ અકરમ પર વિશ્વાસ નથી.”
શમી વર્લ્ડકપમાં કમાલ કરી
મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. તેણે 4 મેચમાં 7ની શાનદાર એવરેજથી 16 વિકેટ લીધી છે. શમીએ ટૂર્નામેન્ટની પોતાની પહેલી જ મેચમાં 5 વિકેટ લીધી હતી. શમીએ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 54 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ પછી તેણે ઈંગ્લેન્ડ સામે 4 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ શ્રીલંકા સામેની મેચમાં તેણે માત્ર 18 રન આપ્યા અને 5 વિકેટ લીધી હતી. આ પછી તેણે સાઉથ આફ્રિકા સામે 2 વિકેટ ઝડપી હતી. શમીએ શાર્દુલ ઠાકુરની જગ્યા લઈને ટૂર્નામેન્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું, ત્યારબાદ તેણે બોલિંગમાં કમાલ કરી હતી.


