- ભારતે વર્લ્ડકપ 2023માં સતત 9 મેચ જીતી
- ભારતે વર્લ્ડકપમાં 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
- ભારત વર્લ્ડકપમાં 8મી વખત સેમિફાઇનલમાં પહોંચ્યું
વર્લ્ડકપ 2023ની મેચમાં ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ તેનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડકપની એક જ સિઝનમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે બીજા સ્થાને પહોંચી ગઈ છે અને સતત સૌથી વધુ મેચ જીતવાના મામલે પોતાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્લ્ડ કપમાં ભારતે સતત 9 મેચ જીતી છે.
વર્લ્ડકપમાં ભારતનો રેકોર્ડ
વર્લ્ડકપની એક સિઝનમાં સતત સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ઓસ્ટ્રેલિયાએ 2003 અને 2007માં 11-11 મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયાએ આ વખતે સતત 9 મેચ જીતી છે. આ પહેલા ભારતે 2003માં સતત 8 મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયાની સાથે ન્યુઝીલેન્ડની ટીમે પણ સતત 8 મેચ 2015માં જીતી હતી.
ભારતનું વર્લ્ડકપ 2023માં પ્રદર્શન
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી 9 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. તેના 18 પોઈન્ટ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાનને 8 વિકેટે અને પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ પર પણ 7 વિકેટે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટે જીત મેળવી હતી. ઈંગ્લેન્ડનો 100 રનથી પરાજય થયો હતો. શ્રીલંકાનો 302 રને પરાજય થયો હતો. સાઉથ આફ્રિકાનો 243 રને પરાજય થયો હતો. ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું.
વર્લ્ડકપ 2023માં ટોપ સ્કોરર
વિરાટ કોહલીએ આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. કોહલીએ 9 મેચમાં 594 રન બનાવ્યા છે. ક્વિન્ટન ડી કોક બીજા નંબર પર છે. ક્વિન્ટન ડી કોકે 9 મેચમાં 591 રન બનાવ્યા છે. રોહિત શર્મા ચોથા નંબર પર છે. રોહિતે 9 મેચમાં 503 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યરે 9 મેચમાં 421 રન બનાવ્યા છે.


