વર્લ્ડકપ 2023માં એવા છ બેટ્સમેન છે જેમણે એકથી વધુ સદી ફટકારી છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાનો ક્વિન્ટન ડી કોક ટોપ પર છે.ક્વિન્ટન ડી કોકે વર્લ્ડકપ 2023માં અત્યાર સુધીમાં ચાર સદી ફટકારી છે. આ ચાર સદીની મદદથી તેણે 8 મેચમાં કુલ 550 રન બનાવ્યા છે. તેની બેટિંગ એવરેજ 68.75 અને સ્ટ્રાઈક રેટ 111.33 છે.આ યાદીમાં કિવી બેટ્સમેન રચિન રવિન્દ્રનું નામ બીજા સ્થાને આવે છે. રચિને વર્લ્ડ કપ 2023માં ત્રણ સદી ફટકારી છે. તેણે 8 મેચમાં 74.71ની એવરેજ અને 107.39ની સ્ટ્રાઈક રેટથી 523 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે વર્લ્ડકપ 2023માં બે સદી ફટકારી છે. મેક્સવેલે આ ટૂર્નામેન્ટમાં સાત મેચ રમી છે અને તેણે 79.40ની એવરેજ અને 152.69ની સ્ટ્રાઈક રેટથી 397 રન બનાવ્યા છે.આ યાદીમાં વિરાટ કોહલી પણ સામેલ છે. કોહલીએ 8 મેચમાં બે સદી ફટકારી છે. તેણે 108.60ની એવરેજ અને 88.29ની સ્ટ્રાઈક રેટથી 543 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકાના રાસી વેન ડેર ડ્યુસેને પણ વર્લ્ડ કપ 2023ની 8 મેચમાં બે સદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેની બેટિંગ એવરેજ 45.75 અને સ્ટ્રાઈક રેટ 90.59 હતી. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે પણ આ ટૂર્નામેન્ટમાં બે સદી ફટકારી છે. તેણે 8 મેચમાં 55.75ની એવરેજ અને 108.25ની સ્ટ્રાઈક રેટથી 446 રન બનાવ્યા છે.


