- વર્લ્ડકપ 2023માં બેટ્સમેનોએ અત્યાર સુધી કુલ 500 સિક્સ ફટકારી
- વર્લ્ડકપ 2023માં રોહિત શર્માએ સૌથી વધુ સિક્સ ફટકારી
- વર્લ્ડકપ 2015માં 463 સિક્સર ફટકારવામાં આવી હતી
ODI વર્લ્ડકપ 2023 અત્યાર સુધી બેટ્સમેન માટે ખૂબ જ ખાસ રહ્યો છે. ઘણા બેટ્સમેન શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે, જેમણે બોલરોનો જોરદાર સામનો કર્યો છે.ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામેની મેચમાં 201 રનની અણનમ ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો હતો. હવે પુણેમાં ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચમાં બેટ્સમેનોએ ખૂબ જ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું.
વર્લ્ડકપમાં 500 સિક્સર
વર્લ્ડકપ 2023માં, બેટ્સમેનોએ અત્યાર સુધી કુલ 500 સિક્સ ફટકારી છે, જે 48 વર્ષ જૂની ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત બન્યું છે. ટૂર્નામેન્ટનો 500મી સિક્સ ઇંગ્લેન્ડે નેધરલેન્ડ સામે ફટકારી હતી. આ પહેલા 2015માં રમાયેલા ODI વર્લ્ડકપમાં સૌથી વધુ 463 સિક્સર ફટકારવામાં આવી હતી. પરંતુ આ વખતે બેટ્સમેનોએ 500ના ઐતિહાસિક આંકડાને સ્પર્શ કર્યો છે. જ્યારે આ પહેલા ગત એડિશન એટલે કે 2019 વર્લ્ડ કપમાં કુલ 357 સિક્સર ફટકારવામાં આવી હતી.
1999 થી 2023 દરમિયાન વર્લ્ડકપમાં સિક્સર ફટકારવામાં આવી
- 2023 ODI વર્લ્ડ કપ – 500 સિક્સર*
- 2019 ODI વર્લ્ડ કપ- 357 સિક્સ
- 2015 ODI વર્લ્ડ કપ- 463 સિક્સ
- 2011 ODI વર્લ્ડ કપ- 258 સિક્સ
- 2007 ODI વર્લ્ડ કપ- 373 સિક્સ
- 2003 ODI વર્લ્ડ કપ- 266 સિક્સ
- 1999 ODI વર્લ્ડ કપ- 153 સિક્સ
રોહિત શર્માએ 2023માં સૌથી વધુ સિક્સ ફટકારી
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ODI વર્લ્ડકપ 2023માં ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેના બેટમાંથી ઘણી સિક્સનો વરસાદ થયો છે. ભારતીય કેપ્ટને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 22 સિક્સર ફટકારી છે. આ યાદીમાં ગ્લેન મેક્સવેલ પણ 22 સિક્સર ફટકારી છે. આ પછી ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર 20 સિક્સર સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ સાઉથ આફ્રિકાનો ક્વિન્ટન ડી કોક અને પાકિસ્તાનનો ફખર ઝમાન 18-18 સિક્સ સાથે ત્રીજા સ્થાને છે. ડી કોકે 8 ઇનિંગ્સમાં 18 સિક્સર ફટકારી છે. જ્યારે ફખર ઝમાને માત્ર 3 ઇનિંગ્સમાં 18 સિક્સર ફટકારી છે.


