તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂની વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન ટ્રમ્પે ગાઝા પટ્ટી વિસ્તાર લેવાની વાત કરી હતી. અને કહ્યુ હતું કે તે અમને આપો અને અમે તેને ફરીથી બનાવીશું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂની વચ્ચે મંગળવાર 4 ફેબ્રુઆરી 2025ના રોજ મુલાકાત થઈ હતી. આ મુલાકાત ત્યારે થઈ જ્યારે કે નેતન્યાહૂ પર યુદ્ધવિરામ સમાપ્ત કરવાનું દબાણ હોય. ત્યાં જ ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાનનાી સાથે પોતાની મુલાકાતમાં ટ્રમ્પે ગાઝા પટ્ટી વિસ્તાર લેવાની વાત કરી હતી.
અમેરિકા ગાઝા પટ્ટી કબજે કરવા માંગે છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા યુદ્ધગ્રસ્ત વિસ્તાર ગાઝા પટ્ટીની જવાબદારી લેશે. તેઓ તેની જવાબદારી પણ લેશે અને તેના માલિક પણ બનશે. ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાનની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ ગાઝા પર લાંબા ગાળીની માલિકી જોવા માંગે છે. સાથે જ તેમણે આ વિસ્તારમાં હાજર ખતરનાક બોમ્બ અને શસ્ત્રોનો નાશ કરવાની વાત પણ કરી હતી.
શું અમેરિકા ગાઝાનો વિકાસ કરશે?
ટ્રમ્પે કહ્યું કે અમેરિકા નષ્ટ થયેલી બધી જ ઈમારતોને તોડી પાડશે. તેઓ ગાઝામાં આર્થિક વિકાસ લાવશે. જે વિસ્તારમાં તેઓ લોકો અમર્યાદિત સમયમાં નોકરીઓ અને ઘરો પુરા પાડશે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પનું આ નિવેદન તેમણે થોડા દિવસ પહેલા આપવામાં આવેલા એક સૂચનબાદ આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે વિસ્થાપિત પેલેસ્ટિનિયનોએ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રની બહાર કાયમી ધોરણે સ્થાયી થવું જોઈએ.
આરબ દેશોએ પેલેસ્ટિનિયન શરણાર્થીઓને સ્વીકારવા જોઈએ
તમને જણાવી દઈએ કે, ટ્રમ્પે ગાઝાના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી શરણાર્થીઓને દૂર કરવા અને વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા માટે એક પહેલ કરી હતી. તેમણે 1 ફેબ્રુઆરી 2025ના રોજ જોર્ડન અને ઈજિપ્ત સહિત ઘણા દેશોને અરબદેશોને વિનંતી પણ કરી કે તેઓ વધારે માત્રામાં પેલેસ્ટિનિયનોએ શરણાર્થીઓનો સ્વીકાર કરે જેથી યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાંથી વધારેમાં વધારે લોકોને આપણે બહાર કાઢી શકીએ. આના માટે તેઓએ જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજા સાથે વાતચીત પણ કરી હતી.


