- 2024ના વર્ષની થીમ છે ‘પ્લાસ્ટિક ઈઝ કિલિંગ અસ’
- પ્લાસ્ટિક પ્રદૂષણના ખતરાને માટે જાગરુકતા લાવવાનો હેતુ
- 4.54 બિલિયન વર્ષ પહેલા થયું હતું પૃથ્વીનું નિર્માણ
વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ગ્રહ અને તેના પર્યાવરણની રક્ષા માટે સમર્પિત છે. 1970માં આ ઉજવણીની શરૂઆત થઈ અને ત્યારથી અત્યારસુધી લોકો તેની ઉજવણી કરે છે. આ દિવસની ઉજવણીની અનેક રીત છે. કેટલાક લોકો પાર્ક કે સમુદ્ર તટની સફાઈ સ્વયંસેવી રીતે કરે છે. કેટલાક પર્યાવરણને લઈને જાગરુકતા વધારવા માટે ખાસ કાર્યક્રમોમાં ભાગ લે છે. કેટલાક લોકો દૈનિક જીવનમાં ફેરફાર કરે છે જેમકે ઓછું ડ્રાઈવિંગ કે ઓછી વીજળીનો ઉપયોગ કરવો વગેરે.
શું છે આ વર્ષની થીમ
આ વર્ષે વર્લ્ડ અર્થ ડેની થીમ ‘પ્લાસ્ટિક ઈઝ કિલિંગ અસ’ રાખવામાં આવી છે. તે પ્લાસ્ટિકના ખતરાને વિશે જાગરુકતા વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્લાસ્ટિક મહાસાગર, માટી અને ભોજનમાં સમાપ્ત થઈ રહ્યું છે. તે વન્યજીવોને માટે અને માનવ સ્વાસ્થ્યને માટે પણ ખતરો વધારી રહ્યું છે. આ દિવસે પ્લાસ્ટિકના દૂષણને ઘટાડવા માટે અને પોતાની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહિત કરાય છે. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી શકીએ છીએ, રિસાયકલ કરી શકીએ છીએ અને સાથે પ્લાસ્ટિક પ્રદૂષણની સામે અવાજ ઉઠાવી શકીએ છીએ. તમામ લોકોના પ્રયાસથી અંતર આવી શકે છે.
પૃથ્વી દિવસ પર જાણો કેટલીક ખાસ વાતો
- પૃથ્વી 1000 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફરે છે.
- પૃથ્વી પર દરરોજ 100 થી 300 મેટ્રિક ટન કોસ્મિક ધૂળ પડે છે. આ ધૂળ અવકાશમાં અને તમામ ગ્રહો પર થાય છે.
- પૃથ્વી પર 70% થી વધુ પાણી છે પરંતુ જાણીને નવાઈ લાગશે કે પૃથ્વી પર પાણીનું વજન માત્ર 1% છે.
- પૃથ્વીની રચના આશરે 4.54 અબજ વર્ષો પહેલા થઈ હતી.
- કેનેડાના હડસન ખાડી પ્રદેશમાં, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અન્ય સ્થળો કરતાં ઓછું છે. આનું કારણ જાણી શકાયું નથી.
- એવો અંદાજ છે કે લગભગ 4.1 અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવન અસ્તિત્વમાં હતું.
- પૃથ્વી પરના 95% થી વધુ મહાસાગરો વિશેની માહિતી હજુ પણ અસ્પષ્ટ છે.
- 6 અબજ કિલોમીટરના અંતરેથી જોવામાં આવે છે ત્યારે પૃથ્વી વાદળી બિંદુ જેવી દેખાય છે.
- પૃથ્વી પરના મહાસાગરોમાં ભરતી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને કારણે થાય છે. ચંદ્ર તેના ગુરુત્વાકર્ષણ બળથી મહાસાગરો અને સરોવરોમાં પણ પાણી ખેંચે છે.
- પૃથ્વી પર માત્ર એક જ ચંદ્ર છે, જ્યારે ગુરુમાં 67 ચંદ્ર છે.
- એક રસપ્રદ તથ્ય એ છે કે ચંદ્રની માત્ર એક જ બાજુ હંમેશા આપણા બધાને દેખાય છે. આ એટલા માટે છે કારણ કે ચંદ્ર પૃથ્વી સાથે ફરતો રહે છે.
- પૃથ્વી પરની 99% પ્રજાતિઓ હવે લુપ્ત થઈ ગઈ છે.
- પૃથ્વી પણ એકમાત્ર એવો ગ્રહ છે, જેનું નામ ગ્રીક અથવા રોમન દેવતાના નામ પર નથી. ગુરુનું નામ દેવતાઓના રોમન રાજાના નામ પરથી અને યુરેનસનું નામ આકાશના ગ્રીક દેવના નામ પરથી રાખવામાં આવ્યું છે. અર્થ નામ અંગ્રેજી/જર્મન પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે પૃથ્વી.
- પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધીરે ધીરે ધીમી પડી રહી છે. આનો અર્થ એ છે કે હવેથી લગભગ 140 મિલિયન વર્ષોમાં પૃથ્વી પર એક દિવસની લંબાઈ 25 કલાક હશે.
- પૃથ્વીનો કોર લગભગ 85-88% આયર્ન છે અને તેના પોપડામાં લગભગ 47% ઓક્સિજન છે.
- એટલાન્ટિક મહાસાગરના બર્મુડા ટ્રેંગલ પર ગુરુત્વાકર્ષણ બળ વધારે હોવાનું કહેવાય છે.


