હાર્ટએટેકથી મોત થવાના કિસ્સા વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ફક્ત ભારત જ નહીં વિશ્વભરમાં યુવાનોમાં હાર્ટએટેકનું જોખમ વધ્યું છે. હાર્ટએટેકનું જોખમ વધવા પાછળ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, માનસિક તણાવ, ધૂમ્રપાન, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનો સમાવેશ થાય છે. દર વર્ષે વિશ્વભરમાં લગભગ 18 મિલિયન લોકો હૃદય સંબંધિત સમસ્યાઓને કારણે મૃત્યુ પામે છે, જેમાંથી હાર્ટ એટેક સૌથી સામાન્ય કારણોમાંનું એક છે. આ કિસ્સા વધવા પાછળ શરીરમાં થતા સામાન્ય ફેરફારને અવગણવાનું છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ શરીરમાં કેટલાક લક્ષણોને સમયસર ઓળખવામાં આવે તો હાર્ટએટેકથી મોતનું જોખમ ઘટાડી શકીએ છીએ.
હાર્ટએટેકના પ્રારંભિક લક્ષણો
હૃદયરોગનો હુમલો આવતા પહેલા શરીરને સંકેત આપે છે. શરીરમાં આ લક્ષણોને ઓળખવા જરૂરી છે. સૌથી સામાન્ય લક્ષણોમાં છાતીમાં દબાણ અથવા જડતા, ડાબા હાથમાં, ગરદનમાં અથવા જડબામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો અને ચક્કરનો સમાવેશ થાય છે. આ સિવાય શરીરમાં જયારે હાથમાં અચાનક, તીક્ષ્ણ અથવા ઊંડો દુખાવો થાય છે, તો તે ખતરાની નિશાની છે. આંગળીઓનો રંગ બદલાવો એટલે કે આંગળીઓ વાદળી, સફેદ અથવા જાંબલી દેખાય છે. કામ કરતી વખતે પણ તમારા હાથમાં ભારેપણું, થાક કે ખેંચાણ લાગે, તો તે લંગડાપણું થાય છે. નખ વારંવાર તૂટતા હોય છે અથવા રંગ બદલાઈ જાય છે. કેટલાક લોકોને વારંવાર ગેસ અથવા એસિડિટી થાય છે.
હાર્ટએટેકના જોખમથી બચવા આટલું કરો
નિષ્ણાતો માને છે કે હાર્ટએટેકમાં દર્દીઓને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તો મોતના જોખમથી બચી શકાય છે. હાર્ટએટેકના જોખમથી બચવા દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવું અથવા હળવી કસરત કરો. સ્વસ્થ અને ઓછી ચરબીવાળો ખોરાક લો. નિયમિત પણે ધૂમ્રપાન અને દારૂ પીવાની આદત હોય તો તાત્કાલિક બંધ કરો. બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ કરાવો. તણાવ ઓછો કરવા માટે ધ્યાન અને યોગ કરો. આ સાથે પૂરતા પ્રમાણમાં પાણી અને ઊંઘ લો. અને જો પરિવારમાં હૃદય રોગનો ઇતિહાસ હોય, તો ખાનપાનમાં ધ્યાન રાખો અને નિયમિત હૃદયની તપાસ કરાવો.