- વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું
- મને અહીં આવવાની સુવર્ણ તક મળી, હું ભાગ્યશાળી છું : શક્તિકાંત દાસ
- ગવર્નરને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી
ભારતીય રિઝર્વ બેન્ક ઓફ્ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ એ આજરોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના પરિસરમાંથી સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને નિહાળીને ધન્યતા અનુભવી હતી.
નોંધપોથીમાં પોતાના પ્રતિભાવોમાં ગવર્નર દાસે જણાવ્યું હતું કે, મને અહી આવવાની સુવર્ણ તક મળી, હું ભાગ્યશાળી છું, અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલને સમર્પિત વિશ્વની સરદાર સાહેબની સૌથી વિરાટ પ્રતિમા દેશના નવયુવાનોને પ્રેરિત અને એકત્રિત કરશે. યુવાનોમાં નવી ઊર્જા અને ઉત્સાહનું સિંચન કરશે.
ગવર્નર દાસે સ્ટેચ્યુ ઓફ્ યુનિટીની 45 માળની ઉંચાઈએ આવેલી વ્યુઈંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. સ્ટેચ્યુ ઓફ્ યુનિટીમાં પ્રદર્શન સહિત સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફ્લ્મિ નિહાળ્યા બાદ સ્ટેચ્યુ ઓફ્ યુનિટીની મુલાકાત દરમિયાન ગાઈડ દ્વારા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી નિર્માણ અને વિશેષતાની ઝીણવટભરી માહિતીથી વાકેફ્ કર્યા હતા. મુલાકાત બાદ ર્જે તરફ્થી ગવર્નરને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી


