- કેરળ-કેન્દ્ર વચ્ચેના નાણાકીય વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
- કેરળ અને કેન્દ્રના વરિષ્ઠ અધિકારીઓને નાણાકીય મુદ્દાનું સમાધાન શોધવા સૂચના
- ભારતીય અર્થવ્યવસ્થાને મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે
ભારતીય અર્થવ્યવસ્થાને મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં સુનાવણી હાથ ધરતાં કહ્યું હતું કે ભારતને હવે સમગ્ર વિશ્વ ઓળખી રહ્યું છે. ભારત મજબૂત અર્થતંત્રના રૂપમાં ફાલીફૂલી રહ્યું છે. આપણે જ્યારે દેશ બહાર જઇએ છીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે ભારતની આર્થિક વૃદ્ધિ વાસ્તવિક તથ્યો અને આંકડા પર આધારિત છે. આપણે તેનું ગૌરવ અનુભવીએ છીએ. કેરળ અને કેન્દ્ર સરકાર વચ્ચેના નાણાકીય વિવાદ સંબંધી એક કેસની સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી આપી હતી.
કેન્દ્ર અને કેરળ વચ્ચેના નાણાકીય વિવાદ કેસમાં સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેરળ અને કેન્દ્રના વરિષ્ઠ અધિકારીઓને બુધવારે બેઠક યોજવા કહ્યું હતું. ત્યારબાદ સુમેળભર્યા વાતાવરણમાં બેઠક યોજવામાં આવી હતી.
શું છે કેરળ સરકારની ફરિયાદ
કેરળ સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ફરિયાદ કરીને કહ્યું છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને નાણાકીય ફાળવણી ના કરી રહી હોવાથી રાજ્યને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેરળ સરકારે માગણી કરી છે કે કેન્દ્ર સરકાર રાજ્યના નાણાકીય પ્રબંધન માટે રૂપિયા 13,000 કરોડ તત્કાળ જારી કરે. કેરળ સરકારે વધારાની રૂપિયા 15,000 કરોડની પણ માગણી કરી છે.
કેન્દ્ર કેટલાક મુદ્દે તૈયાર નથી
કેરળે કરેલી ફરિયાદના કિસ્સાની વાત કરીએ તો કેન્દ્ર સરકાર કેરળને તેના અધિકારના રૂપિયા 13,000 કરોડની ફાળવણી કરવા તૈયાર છે, પરંતુ વધારાના રૂપિયા 15,000 કરોડની ફાળવણી કરવા તૈયાર નથી.


