- શાળાની વિદ્યાર્થીનીઓ તથા બહેનો ગરબે ઘૂમી હતી
- ઉજવણી નિમિત્તે વ્યાકરણ સહિતની સમજ આપવામાં આવી
- વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કરાયુ છે
વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે શાળાના શિક્ષિકા જશુબેન દ્વારા વ્યાકરણની સમજ તથા કંઠવ્ય-તાલવ્ય – મૂર્ધન્ય – દંતવ્ય અને હોષ્ઠવ્ય શબ્દોની સમજ આપી શાળાની દિકરી અર્ચનાબેન દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ-21 મી ફેબ્રુઆરીના રોજ કેમ ઉજવાય છે ?, તે અંગે માહિતી આપી જણાવ્યુ હતુ કે, 17 નવેમ્બર 1999ના રોજ યુનેસ્કો દ્વારા વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કરાયુ છે અને 2000ની સાલથી 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે. 19 પરને 21 ફેબુઆરીના રોજ ઢાકા યુનવર્સિટીમાં થયેલ માતૃભાષાના જાળવણી માટે થયેલ પ્રદર્શનની માહિતી શાળા ભાષાના શિક્ષક કેતનભાઈ ચૌધરીએ આપી હતી. શાળાના આચાર્યે ભાષા કોષ અને ગાંધીના ગુજરાતની મીઠી ભાષાની સમજ આપી હતી. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ તથા બહેનો ગરબે ઘુમી હતી.


