આ ઉપરાંત શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ જોય અને પુત્રી સાઇમા વાજેદ પુતુલને પણ 5-5 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
શેખ હસીના પર જમીન કૌંભાડના આરોપ
કોર્ટે જે ત્રણ મામલાઓમાંન ચુકાદો આપ્યો છે તેમાં શેખ હસીના પર આરોપ છે કે, તેઓએ ઢાકામાં પુરબાચલ વિસ્તારમાં સરકારી પ્લોટ પોતાના પરિવારના પક્ષને ગેરકાયદે આપ્યો છે. કોર્ટે જે ત્રણ મામલે સજા સંભળાવી છે તેમાં શેખ હસીના પર આરોપ છે કે, ઢાકાના પૂર્વાંચલ વિસ્તારમાં સરકારી પ્લોટ પોતાના પરિવારના નામે કર્યો હતો. એક અન્ય કેસમાં તેને 7-7 વર્ષની સજા ફટકારાઇ છે. બાકી ત્રણ કેસનો ચુકાદો 1 ડિસેમ્બરના રોજ આવશે. આ મામલાઓમાં શેખ હસીના જ નહી. તેમનો પરિવાર પણ આરોપી બન્યો છે.
સંતાનો પર લટકતી તલવાર
સજીબ વાજેદ જોય જે શેખ હસીનાના પુત્ર છે. તેમને 5 વર્ષની સજા અપાઇ છે. 1 લાખ ટકાનો દંડ ફટકારાયો છે. શેખ હસીનાની પુત્રી સાઇમાને પણ 5 વર્ષની સજા અપાઇ છે. પરંતુ સાઇમા પર કોઇ દંડ ફટકારાયો નથી. ACCને જાન્યુઆરીમાં શરુ થયેલી તપાસમાં જોડાયેલા હતા. આ તમામ આરોપો અને સજા મામલે શેખ હસીના અને તેમના પરિવાર એક જ પ્રતિક્રિયા આપે છે. જેમાં તેઓ આ બધી પરિસ્થિતિ માટે રાજનૈતિક દળ જવાબદાર હોવાનું કહે છે.
શું હતો મામલો ?
ICTએ શેખ હસીનાને જુલાઇ 2024ના વિદ્યાર્થી સંગઠન પર મારઝૂડ કરવાના આરોપ હેઠળ સજા-એ-મોત સંભળાવી છે. કોર્ટના જણાવ્યા મુજબ આ દમનમાં કેટલાક લોકો મૃ્યુ પામ્યા હતા. અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા હતા. આ પ્રદર્શનો બાદ શેખ હસીના દેશ છોડીને ફરાર થયા હતા. અને હાલમાં ભારતમાં શરણ લઇ લીધી છે.
આ પણ વાંચો: World News: Indonesiaમાં 6.6 અને 4.4ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા


