- આ હુમલામાં લગભગ 16 લોકોના મોત, 50થી વધુ લોકો ઘાયલ
- ઈઝરાયેલ શાળા પર કર્યો હુમલો, વાહનોનો થઈ ગયો ભુક્કો
- ગાઝામાં સતત ઈઝરાયેલની સેનાના હુમલા યથાવત
ઈઝરાયેલની સેનાએ ગાઝાના અલ નુસિરાતમાં એક શાળાને નિશાન બનાવીને મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં લગભગ 16 લોકોના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલની દલીલ છે કે તેણે આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે. જ્યારે મોટાભાગની મહિલાઓ અને બાળકો તે શાળામાં આશરો લેતા હતા. શાળા સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ ગઈ અને ત્યાં હાજર વાહનોનો ભુક્કો બોલાઈ ગયો.
સ્કુલ પર કરવામાં આવ્યો હુમલો
પેલેસ્ટાઈન રેડ ક્રેસન્ટ સોસાયટીએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તમામ ઘાયલોને પેરામેડિકલ હોસ્પિટલમાં દાખલ બતાવવામાં આવી રહ્યા છે. ત્યારે મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ એક શાળા હતી જેને નિશાન બનાવવામાં આવી હતી. તે લોકો માટે સલામત સ્થળ માનવામાં આવતું હતું. અહીં હુમલો ન થવો જોઈતો હતો. ત્યાં અમે બાળકોના મૃતદેહો જોયા, જ્યાં તેઓ રમી રહ્યા હતા.
ઈઝરાયેલ કહ્યું આતંકીઓને નિશાન બનાવ્યા
આ હુમલા બાદ ઈઝરાયેલનું કહેવું છે કે તેણે આતંકીઓને નિશાન બનાવ્યા છે. ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલા યથાવત છે. સમગ્ર વિશ્વમાં તેની સામે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. જોર્ડનની રાજધાની અમ્માન અને બ્રિટનની રાજધાની લંડનમાંથી પણ પ્રદર્શનની કેટલીક તસવીરો સામે આવી છે. ત્યાં હજારો લોકોએ ઈઝરાયલ વિરુદ્ધ પ્રદર્શન કર્યું, જેમાં લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતાઓએ પણ ભાગ લીધો.
વડાપ્રધાન નેતન્યાહુ વિરુદ્ધ ઉગ્ર દેખાવો
જોર્ડનની રાજધાની અમ્માનમાં પણ હજારો લોકોએ પ્રદર્શન કર્યું હતું. પોતાની સરકારને ઈઝરાયેલ સાથે વાડી અરબા કરાર રદ કરવાની માંગ કરી છે. આ સાથે શાકભાજી અને અન્ય માલસામાનની લાઈન બંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે. બંધકોની મુક્તિ માટે શનિવારે ઈઝરાયેલના તેલ અવીવમાં પણ લોકો એકઠા થયા હતા અને વડાપ્રધાન નેતન્યાહુ વિરુદ્ધ ઉગ્ર દેખાવો કર્યા હતા.


