સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કેટલીક ક્લિપ્સમાં ભારતીય સમર્થકો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ખાલિસ્તાની સમર્થકોનો સામનો કરતા નજરે પડે છે. ભારતીય ક્રિકેટ ચાહકો મેલબોર્નમાં ખાલિસ્તાની તરફી સમર્થકોનો વિરોધ કરી જડબાતોડ જવાબ આપે છે.
શું છે ઘટના ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ગુરુવારે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ યોજાઇ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારે ચાલી રહેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે માત્ર મેદાન પર જ નહીં પરંતુ મેદાનની બહાર પણ જોરદાર રોમાંચ જોવા મળ્યો હતો. ભારતીય ચાહકોએ સ્ટેડિયમની બહાર ખાલિસ્તાન સમર્થકોનો સામનો ભારત વિરોધી નારા લગાવવા પર કર્યો હતો. ખાલિસ્તાન સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર અને કથિત રીતે ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરાઇ રહ્યું હતું. જે જોઈને ભારતીય ચાહકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
મેચની ટિકિટ પણ ન હતી
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટેસ્ટ મેચ યોજાઇ હતી. જે દરમિયાન સ્ટેડિયમની બહાર કેટલાક ખાલિસ્તાની સમર્થકો આવી પહોંચ્યા હતા. તેમની પાસે મેચની ટિકિટ પણ ન હતી અને ભારતીય રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરી ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા હતું. ઉપરાંત ત્યાં ધસી આવેલું જુથ ખાલિસ્તાની તરફી ધ્વજ લહેરાવતું હતું. અને મેચની ટિકિટ ન હતી કારણ કે તેઓએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારતીય ક્રિકેટ ચાહકોએ કથિત રીતે ખાલિસ્તાની તરફી સમર્થકોના જૂથનો સામનો કર્યો હતો.
ખાલિસ્તાની જુથને પોલીસે ખદેડયા
ભારતીય ક્રિકેટ ચાહકોનો સામનો કર્યા બાદ સ્થાનિક પોલીસે ખાલિસ્તાની તરફી સમર્થકોને દૂર કર્યા હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પર ફરતી એક ક્લિપમાં, ખાલિસ્તાની તરફી જૂથનો એક સભ્ય ભારતીય રાષ્ટ્રધ્વજની અપમાન કરતો જોઈ શકાય છે. જે બાદ તો ભારતીય ચાહકોએ ખાલિસ્તાનીઓના જે હાલ કર્યા તે જોવા જેવા છે. જોવો વિડિયો..
ખાલિસ્તાની જૂથના પહેલા પણ ભારત વિરોધી બનાવો બની ચૂક્યા છે
ખાલિસ્તાની તરફી જૂથોએ ભારતીયોને અવારનવાર નિશાન બનાવ્યા છે. છેલ્લા બે વર્ષમાં યુએસ, કેનેડા અને યુકેમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો છે. ગયા મહિને ખાલિસ્તાની સમર્થકોનું એક જૂથ કેનેડાના બ્રેમ્પટનમાં એક મંદિરમાં ઘૂસી ગયું હતું અને હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો. ગયા વર્ષે લંડનમાં ભારતના હાઇ કમિશન પર હુમલો થયો હતો જ્યારે ભારતના ધ્વજને ખાલિસ્તાની ધ્વજ સાથે બદલવામાં આવ્યો હતો. તો ત્યારે પણ ભારતે મોટો ભારતીય ધ્વજ લગાવી ખાલિસ્તાનીઓની બોલતી બંધ કરી દીધી હતી.