અલીમા ખાને કહ્યુ હતુ કે, અસીમ મુનીર ભારત સાથે યુદ્ધ ઇચ્છે છે, જ્યારે ભાઈ ઈમરાન ખાને પડોશી દેશો સાથે સંબંધો સુધારવા અને મિત્રતા બનાવવાનો પ્રયાસ કર્યો છે.
અલીમા ખાને શું કરી ટિપ્પણી ?
અલીમા ખાને “વર્લ્ડ વિથ યાલ્દા હકીમ” કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષનું કારણ શું હતું. જવાબમાં, અલીમાએ પાકિસ્તાની આર્મી ચીફ પર નિશાન સાધતા કહ્યુ કે, અસીમ મુનીર એક કટ્ટરપંથી ઇસ્લામિક અને ઇસ્લામિક કટ્ટરપંથી છે. તેથી જ તેઓ ભારત સાથે યુદ્ધ કરવા માંગે છે. તેમની ઇસ્લામિક કટ્ટરપંથી અને રૂઢિચુસ્ત વિચારસરણી તેમને એવા લોકો સામે લડવા માટે ઉશ્કેરે છે જેઓ ઈસ્લામને માનતા નથી.
ઈમરાન ખાન છે ઉદારવાદીઃ અલીમા ખાન
અલીમાએ પોતાના ભાઈ ઈમરાન ખાનને ઉદારવાદી ગણાવતા કહ્યું, જ્યારે પણ ઈમરાન ખાન સત્તામાં આવશે, ત્યારે તમે જોશો કે તે હંમેશા ભારત અને ભાજપ સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધો બનાવવાનો પ્રયાસ કરે છે. અને જ્યારે ઈસ્લામિક કટ્ટરવાદી અસીમ મુનીર સત્તામાં આવશે, ત્યારે તમે જોશો કે તે ભારત સામે યુદ્ધ કરશે. માત્ર ભારત જ નહીં પરંતુ તેના સાથી દેશોને પણ નુકસાન થશે.” તેમણે પશ્ચિમી દેશોને ઈમરાન ખાનની મુક્તિમાં મદદ કરવા અપીલ કરી.
ઈમરાન ખાન અદિયાલા જેલમાં કેદ
ઈમરાન ખાન ઓગસ્ટ 2023 થી રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે. થોડા દિવસો પહેલા, જેલમાં તેમના મૃત્યુના અહેવાલો સામે આવ્યા હતા. જો કે, 2 ડિસેમ્બરના રોજ, તેમની બહેન, ઉઝમા ખાન, તેમને મળી અને કહ્યું કે જ્યારે તેઓ શારીરિક રીતે સ્વસ્થ હતા, ત્યારે તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. ઇમરાન ખાને અસીમ મુનીર પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જેલમાં તેમની સાથે પ્રાણીઓ કરતા પણ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: વિશ્વયુદ્ધ અનિવાર્ય છે, 2030 સુધીમાં પરમાણુ યુદ્ધ થઇ શકે છે, Elon Muskએ કેમ કરી આ પોસ્ટ?


