આ તમામ પરિસ્થિતિની વચ્ચે આસિમ મુનીરના વિશ્વાસુ ગણાતા બિલાલે પાકિસ્તાન પીએમ કાર્યાલયમાંથી રાજીનામું આપ્યુ છે.
સત્તાવાર જાહેરાત મામલે પેચ ફસાયો
બિલાલે પોતાના પદ પરથી 6 મહિના બાદ જ રાજીનામું આપ્યુ છે. અને આ રાજીનામું એવા સમયે આપ્યુ છે, જ્યારે પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઘેરાયુ છે. પાકિસ્તાનમાં આસિમ મુનીરના નવા રક્ષા પ્રમુખની સત્તાવાર જાહેરાત મામલે પેચ ફસાયો છે. કહેવામાં આવી રહ્યુ છે કે, નવાઝ શરીફ આ મામલે તૈયારીઓ દર્શાવતા નથી. તેથી પાંચ દિવસ વીતી ગયા છતાં આસિમ મુનીર મામલે કોઇ જાહેરાત કરાઇ નથી.
ક્રિપ્ટો કરન્સીના જાણકાર બિલાલ
આ તમામ પરિસ્થિતિની વચ્ચે આસિમ મુનીરના વિશ્વાસુ ગણાતા બિલાલે પાકિસ્તાન પીએમ કાર્યાલયમાંથી રાજીનામું આપ્યુ છે. બિલાલ પાકિસ્તાન પીએમઓમાં વિશેષ સહાયક પદ પર તૈનાત હતા. બિલાલને મે 2025માં પીએમઓ ઓફિસ સાથે જોડવામાં આવ્યા હતા. બિલાલને મંત્રી પદનો દરજ્જો પણ આપવામાં આવ્યો હતો. પરંતુ બિલાલ હવે પીએમઓથી પોતાને દૂર કરી રહ્યા છે. ક્રિપ્ટો કરન્સીના જાણકાર બિલાલ બિન સાકિબને સેના પ્રમુખ આસિમ મુનીરના વિશ્વાસુ ગણવામાં આવે છે.
કોણ છે બિલાલ ?
મે 2025માં મુનીરના કહેવા પર શહબાઝ શરીફને બિલાલને પીએમ સાથે સંપર્કમાં રાખવામાં આવ્યા હતા. બિલાલને ક્રિપ્ટો મામલે સલાહ-સૂચન આપવા માટે રાખવામાં આવ્યા હતા. બિલાલનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયો હતો. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યા બાદ બિલાલ વેપાર ક્ષેત્રે આવ્યા હતા. 34 વર્ષની ઉંમરમાં સાકિબે પાકિસ્તાનમાં ‘વન મિલિયન્સ મીલ્સ’ નામનું અભિયાન શરૂ કર્યુ હતુ.
આ પણ વાંચોઃ Nepal વચગાળા સરકારના પીએમ Sushila Karkiએ Gen Zઓને ખુશ કરતો લીધો નિર્ણય, જાણો શું છે મામલો?


