શેખ હસીના અને તેમની પાર્ટીને આગામી વર્ષમાં થનાર ચૂંટણીથી દુર રાખવામાં આવે તેથી આ નિર્ણય કરાયો છે. 30 નવેમ્બર સુધી તમામ જિલ્લાઓમાં પાર્ટીનું આંદોલન ચાલુ રહેશે.
આવામી લીગની જાહેરાત
બાંગ્લાદેશના સસ્પેન્ડેડ પીએમ શેખ હસીનાને સજા-એ-મોત મળ્યા બાદ પણ તેમની પાર્ટી આવામી લીગ દેશની અંદર સંઘર્ષની રાહ નથી છોડી રહ્યુ. આવામી લીગ પાર્ટી તરફથી જાહેરાત કરાઇ હતી કે, આગામી 30 નવેમ્બર સુધી તમામ જિલ્લાઓમાં રેલીઓ અને પ્રદર્શનો કરવામાં આવશે. 17 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ક્રાઇમ્સ ટ્રાઇબ્યૂનલે 78 વર્ષના શેખ હસીના અને તેમના કાર્યકાળમાં ભૂતપૂર્વ ગૃહમંત્રી રહેલા અસદુજ્જમાન ખાન કમાલે માનવતા વિરુદ્ધ અપરાધના આરોપમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકા
શેખ હસીનાની ગેરહાજરીમાં ફાંસીનો ચુકાદો આપવાના કારણે તેની આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકા કરવામાં આવી હતી. આવામી લીગ મુજબ તેઓ દેશ વિરોધી તત્વો સામે પ્રદર્શનો કરશે. અને રાજનેતાઓ તથા સહયોગી સાથે મળીને દેશને બચાવવાનું કાર્ય કરશે. પાર્ટીએ જણાવ્યુ છે કે જો શેખ હસીનાને ચૂંટણીમાં સ્થાન નહી અપાય તો ચૂંટણીને પણ રોકી દેવામાં આવશે. આ માટે દેશવ્યાપી આંદોલન પણ શરુ કરાયા છે.
શેખ હસીના વિરુદ્ધ સુનાવણી
શેખ હસીના 5 ઓગષ્ટ 2024માં વિદ્યાર્થીઓના નેતૃત્ત્વમાં હિંસા બાદ સત્તા પરથી દુર કરાયા હતા. આ આંદોલનની વચ્ચે શેખ હસીનાને તેના જ દેશમાંથી જીવ બચાવી ભાગવું પડ્યુ હતુ. આ ઘટના બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનિસને વચગાળાની સરકારના સલાહકાર બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ શેખ હસીના પર માનવ વધ અને દેશદ્રોહનો મામલો ચલાવવામાં આવ્યો હતો. અને કેસની સુનાવણી કરતા શેખ હસીનાને ફાંસીની સજા પણ ફટકારવામાં આવી છે.


