બંને ભૂકંપનું કેન્દ્ર સુમાત્રાના નાના ટાપુ સિમેલુએ પર સ્થિત સિનાબુંગ શહેર હતું.
જાનમાલની નુકસાનીના અહેવાલ નથી
વિશ્વના સૌથી મોટા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઇન્ડોનેશિયામાં બે મોટા ભૂકંપ આવ્યા છે. બંને ભૂકંપનું કેન્દ્ર સુમાત્રાના નાના ટાપુ સિમેલુએ પર સ્થિત સિનાબુંગ શહેર હતું. પહેલો ભૂકંપ સવારે 10 વાગ્યે અનુભવાયો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 હતી. બીજો ભૂકંપ બપોરે 12 વાગ્યે અનુભવાયો હતો અને તેની તીવ્રતા 4.4 હતી. ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અહેવાલ બહાર પાડવામાં આવ્યો નથી.
ભૂકંપની ઊંડાઈ 16 માઇલ
આ વર્ષે ઇન્ડોનેશિયામાં આવેલો આ સૌથી મોટો ભૂકંપ છે. ઇન્ડોનેશિયા રિંગ ઓફ ફાયરમાં છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપની ઊંડાઈ 16 માઇલ માપવામાં આવી હતી. ભૂકંપ લગભગ 7 સેકન્ડ સુધી અનુભવાયો હતો. ઇન્ડોનેશિયા પહેલાથી જ ભૂસ્ખલનનો સામનો કરી રહ્યું છે. બુધવાર સુધીમાં, સુમાત્રામાં ભૂસ્ખલનને કારણે 17 લોકોનાં મોત નીપજ્યાં છે. ઇન્ડોનેશિયન હવામાન વિભાગ અનુસાર, સુમાત્રા ક્ષેત્રમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે.
ઇન્ડોનેશિયન પોલીસ વિભાગે શું કહ્યુ ?
ભૂસ્ખલનમાં ડઝનબંધ લોકો ગુમ થયાના અહેવાલ છે. ઇન્ડોનેશિયન પોલીસ વિભાગનું કહેવું છે કે ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 4 હજાર ઘરો નાશ પામ્યા છે. જેના કારણે લોકો રસ્તાઓ પર ફસાયેલા છે અને હાલમાં રાહત શિબિરોમાં સ્થળાંતરિત થયા છે. હિંદ મહાસાગરના કિનારે સ્થિત, ઇન્ડોનેશિયા દક્ષિણપૂર્વ એશિયાનો એક મહત્વપૂર્ણ દેશ છે. ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ પણ છે. ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો ટાપુ રાષ્ટ્ર છે. જેમાં આશરે 17 હજાર ટાપુઓ છે. રિંગ ઓફ ફાયરમાં સ્થિત, ઇન્ડોનેશિયાને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.


