પુતિને કહ્યુ હતુ કે, ઝેલેન્સ્કી કલાકાર વ્યક્તિ છે અને તેમને વિશ્વ શાંતિ સાથે કોઇ સંબંધ નથી.
પુતિનની વાર્ષિક પત્રકાર પરિષદ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પત્રકારો સામે બેસીને તમામ સવાલના જવાબ આપ્યા હતા. પત્રકાર પરિષદની શરૂઆતમાં પુતિને ઝેલેન્સ્કીને ઉચ્ચ કલાકાર તરીકે બિરદાવ્યા હતા. અને સાથે જ કહ્યુ હતુ કે, યૂક્રેન શાંતિ કરાર નથી ઇચ્છતું અને તે કોઇપણ કિંમતે આત્મસમર્પણ નહી કરે. પુતિને પ્રશ્નનો જવાબ આપતા કહ્યુ હતુ કે, કુર્સ્કમાં જ્યારે રશિયાને ઝટકો લાગ્યો હતો ત્યારે અમે નવેસરથી યોજના તૈયાર કરી હતી. અને બાદમાં અમે સતત યુદ્ધમાં જીત મેળવી હતી. વર્ષના અંતમાં અમે ડોનેસ્ક પ્રાંત પર પૂર્ણ રીતે કબ્જો મેળવી લઇશું.
યૂરોપની મંશા અમને બરબાદ કરવાની: પુતિન
પુતિને કહ્યુ હતુ કે, વર્ષ 2014માં યૂક્રેન યુદ્ધની શરૂઆત કરવામાં આવી હતી. અને તે સમયે યૂક્રેનમાં પરિવર્તન જોવા મળ્યુ હતુ. અમારા વિરુદ્ધ યૂક્રેનના લોકોને ભડકાવવામાં આવ્યા છે. ઝેલેન્સ્કીના આવ્યા બાદ યૂક્રેને અમારી સાથે ચાલાકી કરી હોવાનું પણ પુતિને પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ. પુતિને વધુમાં જણાવ્યુ હતુ કે, યૂક્રેન રશિયાને બદબાદ કરવા ષડયંત્ર કરી રહ્યુ છે. પરંતુ તે સફળ થશે નહીં.
શાંતિ કરાર માટે પીછેહઠ
પત્રકારોના સવાલના જવાબમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યુ હતુ કે, યૂક્રેન પાસે આગામી સમયમાં હથિયારો ખત્મ થઇ જશે. અને બાદમાં તેણે આત્મસમર્પણ કરવું જ પડશે. વર્ષ 2022માં તેઓ શાંતિ વાર્તા માટે કીવ ગયા હતા. શાંતિ કરાર માટે કીવે હસ્તાક્ષર કર્યા નહતા. તે હંમેશા શાંતિ કરારથી પાછળ ખસે છે. વર્ષ 2024માં પુતિને 4 કલાક 30 મીનિટ સુધી પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અને આ વખતે પુતિન માટે 20 લાખ પ્રશ્નો આવ્યા હતા.
આ પણ વાંચોઃ Viral Video: અહીં 20 વર્ષ જુના ACમાંથી મળ્યુ સોનું, કંપનીએ શુદ્ધ સોનામાંથી બનાવ્યા હતા ‘લોગો’


