થાઇલેન્ડ-કંબોડિયા સરહદ પર ફરી એકવાર તણાવ વધ્યો છે. જુલાઈ મહિના દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાયો હતો. પરંતુ ટ્રમ્પની યુદ્ધ વિરામની નીતિ ફેલ થઈ અને શાંતિ કરારના થોડા જ મહિનામાં થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદો પર ભયંકર યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. થાઈ સૈન્ય કંબોડિયન સરહદ પર F-16 વિમાનો તૈનાત કરી હવાઈ હુમલા કરી રહ્યું છે. બંને દેશો વચ્ચેની અથડામણમાં એક થાઇ સૈનિકનું મોત થયું છે અને ચાર અન્ય ઘાયલ થયા છે.
કંબોડિયા અને થાઈલેન્ડની સરહદ પર હુમલા
થાઇ વાયુસેનાએ સરહદ પર F-16 ફાઇટર જેટનો ઉપયોગ કરીને કંબોડિયા પર હવાઈ હુમલો કર્યો. શનિવાર અને રવિવારથી બંને દેશો વચ્ચે અથડામણના અહેવાલો ફેલાઈ રહ્યા હતા. આ હુમલામાં એક થાઇ સૈનિકનું મોત થયું છે અને ચાર અન્ય ઘાયલ થયા છે. સોમવારે એક નિવેદનમાં, થાઈ સૈન્યના પ્રવક્તા, મેજર-જનરલ વિન્થાઈ સુવારીએ જણાવ્યું હતું કે ઉબોન રત્ચાથાની પ્રાંતમાં થાઈ સૈનિકના મૃત્યુ બાદ થાઈલેન્ડે કંબોડિયન હુમલાઓને “દબાવા” માટે સરહદ વિમાન તૈનાત કર્યું હતું. કંબોડિયન સૈનિકોએ સવારે 5:05 વાગ્યે નાના હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો હતો આ હુમલામાં તેમના એક સૈનિકના મોત થયું હતું જયારે અન્ય 4 લોકો ઘાયલ થયા હતા. કંબોડિયનના હુમલાઓ વધતા થાઈલેન્ડે પણ પોતાની સરહદ પર સુરક્ષા વધારી.
ટ્રમ્પનો યુદ્ધવિરામ ફક્ત બે મહિના જ ચાલ્યો
આ વર્ષના જુલાઈ મહિનામાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. પાંચ દિવસ બંને દેશો વચ્ચે એકબીજા પર ભીષણ હુમલા કરાયા હતા. ત્યારબાદ મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ અને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની મધ્યસ્થી કરવામાં આવી હતી, ટ્રમ્પે ઓક્ટોબરમાં કુઆલાલંપુરમાં બંને દેશો વચ્ચે એક મોટા યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. પરંતુ આ યુદ્ધવિરામ ફક્ત બે મહિના જ ચાલ્યો. થાઇલેન્ડે કહ્યું કે તે કંબોડિયા સાથે યુદ્ધવિરામ કરારનો કરી રહ્યું છે પરંતુ ત્યાંથી હુમલા બાદ જ અમે હુમલો કરી રહ્યા છીએ. જયારે કંબોડિયાએ તેમની પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ આ યુદ્ધમાં પાછા નહી પડે અને થાઈલેન્ડને પોતાની શક્તિ બતાવશે.
કંબોડિયાના અધિકારીનો થાઈલેન્ડ પર આક્ષેપ
આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર અગાઉના તમામ કરારોનું સન્માન કરવાની અને સંઘર્ષોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની ભાવના પર ઊભા રહીને, કંબોડિયાએ બે હુમલાઓ દરમિયાન બિલકુલ બદલો લીધો ન હતો અને સતર્કતા અને અત્યંત સાવધાની સાથે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખ્યું છે,” સૈન્યએ જણાવ્યું. કંબોડિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન હુન સેને કંબોડિયના સૈનિકોને ધીરજ રાખવા અપીલ કરી હતી. આ સાથે તેમણે થાઈ દળો પર આરોપ મૂક્યો હતો કે તેઓ “યુદ્ધવિરામ અને કંબોડિયા-થાઈલેન્ડ શાંતિ ઘોષણાને નષ્ટ કરવા માગે છે અને અમને લડાઈમાં ખેંચવાનો પ્રયાસ કરતા સરહદ પર હુમલા કરી રહ્યા છે.


