સાજીબ વાજેદ જોયે શું કહ્યુ ?
બાંગ્લાદેશમાં શેખ હસીનાને સજા-એ-મોત ફટકારવામાં આવી છે. ભ્રષ્ટાચારના મામલે 21 વર્ષની જેલની સજા સંળાવવામાં આવી છે. આ વચ્ચે શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ જોયે પાર્ટીનું નેતૃત્ત્વ અને શેખ હસીનાને દેશમાં થયેલી મોત મામલે માફી માંગવી જોઇએ કે નહીં તે અંગે ખુલાસો કર્યો છે. સાજીબ વાજેદ જોયે કહ્યુ હતુ કે, બન્ને પાર્ટીઓનું નેતૃત્ત્વ બદલવા માટે રાજકીય ષડયંત્ર કરવામાં આવ્યુ છે.
પાર્ટીનો નિર્ણય માન્ય રહેશેઃ સાજીબ વાજેદ જોય
આવામી લીગને દેશમાં રોકી દેવામાં આવી છે. સાજીબ વાજેદ જોયને જ્યારે પાર્ટીની લીડરશીપ અંગે પૂછવામાં આવ્યુ ત્યારે તેઓએ કહ્યુ હતુ કે, અમારા પરિવારમાંથી કોઇપણ સભ્ય પાર્ટીની કમાન નથી સંભાળવાનું. આ માટે આવામી લીગ જ અંતિમ નિર્ણય લેશે.
પાર્ટીના વોટબેંક મામલે શું કહ્યુ ?
સાજીબ વાજેદ જોયે કહ્યુ હતુ કે, અમે એક લોકતાંત્રિક પાર્ટી છે. ભવિષ્યમાં કોણ નેતૃત્ત્વ કરશે તે પાર્ટી જ જણાવશે. આવામી લીગ અને BNP દેશની બે મુખ્ય પાર્ટીઓએ છે તેમ જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, આ બન્ને પાર્ટીઓ પાસે નિશ્ચિત વોટ બેંક છે. જે કોઇ અન્ય પાર્ટીઓ પાસે નથી. બાંગ્લાદેશમાં જો કોઇ સત્તા બદલાશે તો તે આ પાર્ટીમાંથી જ કોઇ સત્તા પર આવશે. હાલમાં તો આવામી લીગની સત્તા મારી માતાના હાથમાં છે.


