નવું કંસેન્ટ બિલ કહે છે કે, સહમતિ વિનાના સંબંધને દુષ્કર્મ ગણવામાં આવે. પરંતુ માટેઓ સાલ્વિનીએ આ મામલે રોક લગાવી છે.
સમગ્ર દેશમાં હોબાળો
ઇટલીની રાજનીતિમાં હાલના સમયમાં હોબાળો જોવા મળી રહ્યો છે. પીએમ જોર્જિયા મોલોની અને ડિપ્ટી પીએમ માટેઓ સાલ્વિની વચ્ચેનો તણાવ હવે ખુલીને સામે આવ્યો છે. એક કાયદાના કારણે આ બન્ને નેતાઓ એકબીજાનો વિરોધ કરવા માટે મેદાને આવ્યા છે. આ નવો કાયદો એ નક્કી કરે છે કે, વગર સહમતિએ થયેલા સંબંધો દુષ્કર્મ ગણવામાં આવશે. પરંતુ ડિપ્ટી પીએમ માટેઓ સાલ્વિનીએ તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. જેના કારણે સમગ્ર દેશમાં હોબાળો જોવા મળી રહ્યો છે.
બિલ પર પ્રતિબંધ લગાવાયુ
25 નવેમ્બર એટલે ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેશન ઓફ વાયલેંસ અગેન્સ્ટ વીમેનના દિવસે આ કાયદાને મંજૂરી આપવામાં આવવાની હતી. આ બિલ મેલોનીની પાર્ટી બ્રધર્સ ઓફ ઇટલી અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીનો સંયુક્ત પ્રયાસ હતો. પરંતુ વોટીંગ પહેલા ડિપ્ટી પીએમ માટેઓ સાલ્વિનીએ તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે બાદ ઇટલીમાં હલચલ તેજ થઇ હતી.
શું કહે છે રાજનૈતિક વિશ્લેષકો ?
રાજનૈતિક વિશ્લેષકોના કહ્યા મુજબ, હાલમાં ઉત્તરી વેનેટો ક્ષેત્રમાં લીગ પાર્ટીના સારા પ્રદર્શનો બાદ ડિપ્ટી પીએમ માટેઓ સાલ્વિનીને સરકારના કંઝરવેટિવ નેતાના રૂપમાં રજૂ કરવા ઇચ્છે છે. મેલોનીએ આ મામલે વિવાદ પર મૌન ધારણ કર્યુ છે. સત્ત પક્ષે તેને આંતરિક રાજકીય દુશ્મની ગણાવી રહ્યુ છે. પાર્ટીની અંદરના નેતાઓ કહી રહ્યા છે કે, મહિલાઓ વિરુદ્ધ હિંસા ઉન્મૂલન દિવસ પર આ પ્રકારનું બિલ રોકવું એ શરમજનક વાત છે.
આ પણ વાંચોઃ World News: Indonesiaમાં 6.6 અને 4.4ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા


