ચીન સરકાર હવે ખૂલ્લેઆમ પોતાના નાગરિકોને કહી રહી છે કે કામ ચોડો, લગ્ન કરો અને બાળકો પેદા કરો. વસ્તી ઘટવાની ચિંતામાં ડૂબેલુ ચીન હવે યુવાઓને લગ્ન કરવાની અને બાળકો પેદા કરવાની જુદા-જુદી લાલચો આપી રહ્યું છે. દેશના ઘણા વિસ્તારોમાં લગ્નની છુટ્ટીના દિવસને 3 દિવસથી વધારીને 30 દિવસ કરી દેવાઈ છે.
ચીનની સૌથી વધુ આબાદી વાળા સિચુઆન વિસ્તારમાં લગ્નની રજાઓને વધારીને 3 દિવસમાંથી 20 દિવસ કરી દેવાઈ છે. જો તમે લગ્ન પહેલા મેડિકલ ચેક-અપ પણ કરાવો છો તો તમને પાંચ દિવસની વધારે રજા મળી જશે એટલે કે કુલ 25 દિવસની રજા મળશે. એ પણ પુરી સેલેરી સાથે. આ પ્રસ્તાવ હાલ જૂન મહિના સુધી છે.
રજાઓની જાહેરાત શા માટે કરાઈ?
કન્ફ્યૂશિયસની ધરતી ગણાતા શેડોંગ વિસ્તારમાં લગ્નની રજાઓ હવે 18 દિવસની કરી દેવાઈ છે. શાંક્સી અને ગાંજૂ જેવા વિસ્તારમાં તો તેને આગળ વધારીને 30 દિવસ સુધીની કરી દેવાઈ છે. ચીનમાં હાલ કેન્દ્ર સ્તર પર ફક્ત 3 દિવસની રજાની જોગવાઈ છે જે 1980 થી ચાલી રહી છે.
ચીનમાં લગ્ન કરનાર લોકોની સંખ્યા સતત ઘટી રહી છે. 2025 ના પહેલા ક્વાટર્રમાં ફક્ત 1.81 મિલિયન કપલે લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે ગયા વર્ષની સરખામણીમાં 8 ટકા ઓછુ હતું. 2023માં થોડા વધારા બાદ આ સંખ્યા ફરી ઘટી ગઈ હતી અને હવે આ સ્તર 1980 પછી સાવ ઘટી ગયું છે.