- એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ ફરીથી નંબર વન પર પહોંચ્યા
- ફ્રાંસના બનાર્ડ અરનોલ્ટ હવે બીજા નંબરે ખસ્યા
- એલન મસ્ક ધનિકો લોકોની યાદીમાં ત્રીજા નંબર પર આવી ગયા
વિશ્વના ધનિકોની યાદીમાં જોરદાર ઉથલપાથલ સર્જાઈ છે. અમેરિકાની અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ફરી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. તેઓ ફ્રાંસના બર્નાર્ડ આર્નોલ્ટને હરાવીને નંબર વનના સ્થાને પહોંચી ગયો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, બુધવારે બેઝોસની કુલ સંપત્તિમાં 147 મિલિયન ડોલરનો ઘટાડો થયો હતો પરંતુ આર્નોલ્ટને 6.73 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. આના કારણે આર્નોલ્ટની નેટવર્થ ઘટીને 203 બિલિયન ડોલર થઈ ગઈ હતી. જ્યારે બેઝોસ 205 બિલિયન ડોલર સાથે નંબર વન બની ગયા છે. આ વર્ષે આર્નોલ્ટની નેટવર્થમાં 4.36 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે, જ્યારે બેઝોસની નેટવર્થમાં 27.9 બિલિયન ડોલરનો વધારો થયો છે.
વિશ્વના ટોચના દસ અબજોપતિઓની નેટવર્થમાં બુધવારે ઘટાડો નોંધાયો હતો. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક 202 બિલિયન ડોલર સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ત્રીજા સ્થાને છે. મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગ 169 બિલિયન ડોલર ચોથા, લેરી પેજ 156 બિલિયન ડોલર પાંચમા, બિલ ગેટ્સ 152 બિલિયન ડોલર છઠ્ઠા, સ્ટીવ બાલ્મર 148 બિલિયન ડોલર સાતમા, સેર્ગેઈ બ્રિન 147 બિલિયન ડોલર આઠમા, લેરી એલિસન 138 બિલિયન ડોલર અને વોરેન બફેટ 133 બિલિયન ડોલર દસમા સ્થાને છે. આ યાદીમાં 11મા નંબરે રહેલા માઈકલ ડેલની નેટવર્થ બુધવારે 4.19 અબજ ડોલર વધીને 123 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે તેની નેટવર્થ 44.7 બિલિયન ડોલર વધી છે….
એશિયાના સૌથી ધનિકોની નેટવર્થમાં ઘટાડો
ત્યારબાદ ભારત અને એશિયાના સૌથી મોટા ધનિક મુકેશ અંબાણીની નેટવર્થમાં ઘટાડો આવ્યો છે. 1.53 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે. અંબાણી 110 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 12માં નંબર છે. આ વર્ષે તેમની નેટવર્ષમાં 13.8 અબજ ડોલરની તેજી આવી છે. અદાણી ગૃપના ગૌતમ અદાણી 106ની નેટવર્થ સાથે આ યાદીમાં 13માં નંબર પર છે. બુધવારે તેમની નેટવર્થમાં 7.95 કરોડ ડોલરનો ઘટાડો આવ્યો. આમ તો આ વર્ષે તેમની નેટવર્થ 21.7 અબજ ડોલરની તેજી આવી છે. જેંસન હુઆંગ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 15મા નંબરે પહોંચી ગયા છે. તેમની નેટવર્થ આ વર્ષે 56.8 અબજ ડોલરની તેજી આી છે અને આ 101 અબજ ડોલરે પહોંચી ગયા છે.


