દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટિકટોક સ્ટાર ખાબી લેમને અમેરિકા ચોડવાની ફરજ પડી છે. અમેરિકા છોડ્યા પહેલા આઈસીઈએ તેમને વિઝા ઉલ્લંઘનના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં ખસેડ્યા હતા. ત્યારબાદ તેમણે સ્વેચ્છાએ અમેરિકા છોડી દીધું હતું.
આ કારણે કસ્ટડીમાં રખાયા.
ખાબી લેમનો જન્મ સેનેગલમાં થયો હતો. તે ઈટલીના નાગરિક છે. તેમનું પુરું નામ સેરિંગે ખાબાને લામે છે. પણ તેઓ ખાબી લેમના નામે જાણીતા છે. ખાબી લેમની 6 જૂનના રોજલાસ વેગાસના હેરી રીડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આઈસીઈ પ્રમાણે ખાબી લેને વિઝા શરોતોનું ઉલ્લંઘન કર્યું હતું. તેઓ 30 એપ્રિલે અમેરિકા આવ્યા હતા અને તેમના નક્કી કરેલા સમય કરતા વધુ સમય સુધી રોકાયા હતા.
ટ્રમ્પના નિયમોના બન્યા શિકાર
25 વર્ષના ખાબી લેમે આ ઘટનાને લઈને જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી. તેઓ એવા સમયમાં અમેરિકા છોડવા મજબૂર થયા જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાનીમાં અમેરિકામાં ઈમિગ્રેશનના નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા હતા. આ નિયમોની અસર એવી થઈ કે લોસ એન્જ્લિસ સહિત ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન થયા.
ખાબી લેમ કોણ છે?
ખાબી લેમના ટિકટોક પર લગભi 162 મિલિયન એટલે કે 16.2 કરોડથી પણ વધારે ફોલોવર્સ છે. તે દુનિયાના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટાર છે. સૌથી વધુ ફોલોઅર્સ હોવાને કારણે તેમના રોમાંચક અને મજેદાર વીડિયો છે. તેઓ પોતાના સાયલન્ટ વીડિયો માટે જાણીતા છે. તેઓ પોતાની બોડી લેંગ્વેજ અને ચહેરાના હાવભાવથી દર્શકોમાં છવાઈ જાય છે.