તુર્કી હાલ એક નવા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ કોઈ આર્થિક રાજનૈતિક સંકટ નથી પણ આ સંકટ જનસંખ્યા સાથે જોડાયેલું છે. તુર્કીની જનસંખ્યા સતત ઘટી રહી છે અને તુર્કીની મહિલાઓનું ઓછા બાળકો પેદા કરવાની સમસ્યા રાષ્ટ્રપતિ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. ઘટતો જતો જન્મ દર યુદ્ધ કરતા પણ મોટી સમસ્યા માનવામાં આવે છે. આ સમસ્યા સામે લડવા માટે તુર્કીની સરકાર પગલાઓ લઈ રહી છે. બાળકોને જન્મ આપવા માટે તુર્કી સરકાર કેટલાક કાયદાઓ બનાવી રહી છે અને 2025ને તુર્કીના પરીવારનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે.
એદોર્ગને ગયા મહીને એલાન કર્યું હતું કે 2026 પરિવાર દશકની શરૂઆત થશે. પરંતુ મહિલાઓ ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા ન પણ કરી શકે એવા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.
જન્મદરમાં ઘટાડો
અધિકારીઓ દ્વારા જાહેર થયેલા આંકડા પ્રમાણે તુર્કીનો જન્મદર 2001માં પ્રતિ મહિલા 2.38 બાળકોથી ઘટીને 1.48 થઈ ગયો છે, જે ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા કરતા પણ ઓછો છે. જેને એક ખૂબ મોટી સમસ્યા માનવામાં આવે છે. તેમણે પોતાના 22 વર્ષના કાર્યકાળ દરમિયાન પહેલી વખત પ્રધાનમંત્રી અને ત્યારબાદ રાષ્ટ્રપતિના રૂપમાં પ્રજનન દરમાં આટલી ઝડપથી ઘટાડો નોંધાતા જોયો છે. જેથી તેમણે મહિલાઓ અને LGBTQ લોકો બંનેને દોષી ગણાવ્યા છે.
એક ફેમિનિસ્ટ કાર્યકર્તા બેરિન સોનમેઝે કહ્યું હતુ કે મહિલાઓ અને LGBTQ+ વ્યક્તિઓને જન સંખ્યાના ઘટાડા પાછળ જવાબદાર ગણવામાં આવે છે. જો કે રાજકીય ભુલોનો પણ સ્વીકાર કરવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે હિંસક અને અનિશ્ચિત માહોલમાં લોકો બાળકો પેદા કરવામાં સંકોચ અનુભવે છે. આ સિવાય બાળકો માટે અહીં મદદ ના બરાબર છે અને શિક્ષણ સૌથી મોંઘુ ક્ષેત્ર બની ગયું છે.