છેલ્લા ઘણા વર્ષોમાં પર્યટન ઉદ્યોગમાં ઘણી પ્રગતિ થઈ છે. ફરવા જવાનો ભલે તમારો શોખ હોય પરંતુ આમાં દેશની ઈકોનોમીને મોટો ફાયદો મળે છે. ત્યારે ઘણા એવા પણ દેશ છે જ્યાં તંને વીઝા ફ્રી ટૂરિઝમની સુવિધા આપે છે. આ દેશોમાં પર્યટન કમાણીનો મોટો ભાગ છે. વીઝા ન હોવાને લીધે મોટી સંખ્યામાં પર્યટકો આ દેશોમાં ફરવા જવાનું વલણ ધરાવે છે. આજે અમે તમને આવા દેશો વિશે જણાવીશું. જ્યાં ફરવા માટે તમારે વીઝાની જરૂર નહીં પડે. આ ઉપરાંત તમને પોસાય તેવા બજેટમાં આ દેશોનો પ્રવાસ કરી શકો છો.
ટોપ વીઝા ફ્રી દેશ કોણ છે?
ભૂટાન, પૂર્વ હિમાલયમાં વસેલો સુંદર અને હરિયાળો પાડોશી દેશ ભૂટાન જવા તમારે કોઈપણ વીઝાની જરૂરી નહીં પડે. ભૂટાન પોતાના શાનદાર મઠો અને મનને મોહી લેનારા દ્રશ્યો માટે ઓળખવામાં આવે છે.
બાર્બાડોસ
કેરેબિયનમાં આવેલો બાર્બાડોસ સૂર્ય પ્રેમીઓ માટે સ્વર્ગને પણ ભૂલાવી દે તેવો દેશ છે. અહીંના જૂના દરિયા પર આવેલા બીચ અને શાનદાર લોકલ કલ્ચર લોકોને પોતાની તરફ ખેંચે છે. બાર્બાડોસ જાવ તો ઐતિહાસિક બ્રિજટાઉન ઓઉ તેના ગેરીસનને જરૂર જોવા જશો.
હોંગકોંગ
ચીનનું એક સ્પેશિયલ વહીવટી ક્ષેત્ર એટલે હોંગકોંગ. જે ખૂબ ધમાલિયા વાતાવરણ માટે જાણીતું છે. તમે હોંગકોંગ ખૂબ જ સરળતાથી વીઝા વગર જઈ શકો છો. હોંગકોંગ શહેર પોતાની શાનદાર સ્કાઈલાઈન અને કલ્ચર માટે પણ જાણીતું છે. હોંગકોંગમાં તમને ખૂબ જ મજા પડશે.
માલદીવ
હિંદ મહાસાગરનો સુંદર દ્વીપ એટલે માલદીવ. હિન્દી અને હોલિવૂડની સંખ્યાબંધ ફિલ્મોનું જ્યાં શૂટિંગ થયેલું છે એવો રળિયામણો દેશ માલદીવ તેના સુંદર બીચ, કુદરતી દ્રશ્યોથી મોહિત થઈ જશો. માલદીવ પ્રવાસીઓ માટે ખૂબ જ જાણીતું છે. બોલિવૂડ અભિનેતા-અભિનેત્રીઓ અહીં વેકેશન ગાળવા આવતા હોય છે. તમે વીઝા વગર માલદીવ જઈ શકો છે. માલદીવ પોતાના સુંદર ક્રિસ્ટલ ક્લિયર પાણી માટે પણ ઓળખવામાં આવે છે. આ બેસ્ટ હનિમૂન ડેસ્ટિનેશનમાનું એક છે.
મોરેશિયસ
આફ્રિકાની તટ પર આવેલો મોરેશિયસ એક દ્વીપ છે, જે પ્રાકૃતિક સુંદરતા માટે ફેમસ છે. તમે વીઝા વગર મોરેશિયસ ફરીને આવી શકો છે. અહીંના પ્રાચીન સમુદ્ર તટ, લેગુન અને સિલાઈફ તમને ખૂબ પસંદ પડશે.
નેપાળ
ભારતનો પાડોશી દેશ નેપાળ છે. જ્યાં તમે વીઝા કે પાસપોર્ટ વગર સરળતાથી ફરવા જઈ શકો છો. હિમાલયની ટોચમાં વસેલું નેપાળ ટ્રેકર્સ અને એડવેંચર્સ પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. નેપાળ સ્વર્ગ કરતાં ઓછું નછી. નેપાળ દેશની રાજધાની કાઠમાંડુના મંદિરોથી લઈ પોખરા શાંતિ અને સુંદરતા માટે તમને નેપાળના બનાવી દેશે તો નવાઈ નહીં.


