ટ્રમ્પ અમેરિકામાં પ્રેસિડેન્ટના પદ પર બિરાજ્યા ત્યારથી જ સતત મધ્ય-પૂર્વમાં અને યુરોપમાં ચાલી રહેલાં યુદ્ધને ખતમ કરવા માટે નિવેદન કરી રહ્યા છે.
તાજેતરમાં જ આ સંઘર્ષ અંગે વાત કરતાં ટ્રમ્પે ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને પણ મોટી વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જે રીતે પરિસ્થિતિ આકાર લઇ રહી છે તેને જોતાં લાગે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ વધારે દૂર નથી. પરતં મારું અમેરિકન પ્રેસિડેન્ટ પદ પર હોવું તેને રોકશે. મારી પાસે વિશ્વયુદ્ધને રોકવાની યોજના છે. અહેવાલો અનુસાર મિયામીમાં એક સભાને સંબોધિત કરતાં અમેરિકન પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે અમે દુનિયાભરમાં ચાલી રહેલાં યુદ્ધોને સમાપ્ત કરવા અને દુનિયામાં શાંતિને બહાલ કરવાના મોરચે તેજીથી આગળ વધી રહ્યા છીએ. અમે નથી ઇચ્છતા કે વધુ લોકો આ યુદ્ધના કારણે મરે. તેમણે જણાવ્યું હતું કે જો આપણે મધ્ય-પૂર્વ અને યૂક્રેનમાં થયેલાં મોતને જોઈએ તો સમજી જઈશું કે આપણે ત્રીજા વિશ્વયુદ્ધથી વધારે દૂર નથી.
બાઇડેન સત્તા પર હોત તો વિશ્વયુદ્ધ થયું જ હોત : ટ્રમ્પ
તેમણે પૂર્વ પ્રેસિડેન્ટ જો બાઇડેન પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે જો બાઇડેન વધુ એક વર્ષ બાઇડેનનું રાજ હોત તો નિશ્ચીત રૂપથી ત્રીજું વિશ્વયુદ્ધને જોઈ રહી હોય. પરતં હવે જ્યારે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ છું ત્યારે આવું કશું થવાનું નથી. અમેરિકન પ્રેસિડેન્ટે યૂક્રેન યુદ્ધને લઈને અમેરિકન અને રશિયન પ્રતિનિધિઓન બરાબર સાચવવા માટે સાઉદી અરબને પણ ધન્યવાદ કહ્યા હતાં અને બન્ને પક્ષ વચ્ચેની વાતચીતને શાંતિના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. તે પછી અમેરિકન પ્રેસિડેન્ટે સોશિયલ મીડિયા પર યૂક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીની ટીકા પણ કરી છે. તેમણે ઝેલેન્સ્કીને એક મામૂલી સફળ કોમેડિયન ગણાવ્યા હતા.


