21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વિવિધ રાજ્યોમાં યોગ દિવસ નિમિત્તે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લખનઉમાં આવેલી સંસ્કૃત વિશ્વવિદ્યાલયના મેદાનમાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ એકત્ર થઇ રહ્યા છે. આ વિદ્યાર્થીઓ યોગ દિવસની ઉજવણી કરવા માટે એકત્ર થઇ રહ્યા છે. સંસ્કૃત વિશ્વવિદ્યાલયના મેદાનમાં 18 રાજ્યના વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે.
વિવિધ રાજ્યોમાંથી આવ્યા વિદ્યાર્થીઓ
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મણિપુર, ત્રિપુરા, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ રાજ્યમાંથી વિદ્યાર્થીઓનું જૂથ લખનઉ આવ્યુ છે. સંસ્કૃત વિશ્વવિદ્યાલયના 12 મેદાન, 18 આદર્શ મહાવિદ્યાલય અને લખનઉના 33 સરકારી અને બિન સરકારી વિદ્યાલયોના 300 વિદ્યાર્થીઓ ભાગ લેશે. તો સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે. તો સાથે જ પ્રથમ, દ્વિતીય, તૃત્તીય ક્રમ પ્રાપ્ત કરનારને 5 હજાર, 3 હજાર અને 2 હજાર રૂપિયા આપવામાં આવશે.
આયોજનના સ્થળે તમામ સુવિધાઓ
21 જૂનના રોજ દેશભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે લખનઉમાં યોજાનાર કાર્યક્રમમાં યોગાસન, યોગ પોસ્ટર નિર્માણ, યોગ સ્લોગન લેખન, સામૂહિક યોગાસન અને સંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે.