- 24 કલાક બાદ વરસાદની શક્યતા નહિવત
- સુરત, ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
- ડાંગમાં 1 એમએમ, વલસાડમાં 0.5 એમએમ વરસાદ
હવામાન વિભાગની વાતવરણ અંગે આગાહી સામે આવી છે. જેમાં આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. આજે ભાવનગર, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
24 કલાક બાદ વરસાદની શક્યતા નહિવત
24 કલાક બાદ વરસાદની શક્યતા નહિવત છે. પાછલા 24 કલાકમાં દમણ , દાદરા નગર હવેલી અને વલસાડમાં હળવો વરસાદ પડ્યો છે. ત્યારે નલિયામાં સૌથી ઓછુ 10.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં 18 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે. તથા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થશે.
સૌરાષ્ટ્રમાં હવામાન સૂકુ રહ્યું હતું
રાજ્યમાં ભરશિયાળે માવઠાની ચિંતા સતાવી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઇને ખેડૂતો ચિંતિત બન્યા હતા. આ દરમિયાન હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. જેમાં આગામી સમયમાં કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ખૂબ હળવો વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દમણ, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. ડાંગમાં 1 એમએમ, વલસાડમાં 0.5 એમએમ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં હવામાન સૂકુ રહ્યું હતું.


