By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌથી ખરાબ હવા, વિશ્વમાં ભારત 8મા ક્રમે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સૌથી ખરાબ હવા, વિશ્વમાં ભારત 8મા ક્રમે

agragujaratnews
Last updated: 2023/11/05 at 11:55 PM
2 years ago
Share
સૌથી ખરાબ હવા, વિશ્વમાં ભારત 8મા ક્રમે
SHARE

  • દુનિયાના પ્રદૂષિત ટોપ-10 શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતાનો સમાવેશ
  • વિશ્વના સૌથી વધુ પ્રદૂષિતમાં પ્રદૂષિત શહેરોમાં દિલ્હી ટોચ પર
  • ઝેરીલી હવાને કારણે દિલ્હીનાં લોકોને આંખમાં બળતરા તેમજ ગળામાં ખારાશની સમસ્યા

વિશ્વમાં સૌથી ખરાબમાં ખરાબ હવાની ગુણવત્તા ધરાવતા દેશોમાં વર્ષ 2022માં ભારત આઠમા ક્રમે આવતું હોવાનું સ્વિસ ગ્રૂપ IQAir નાં અભ્યાસમાં જણાયું છે. શુક્રવારે ભારતની રાજધાની દિલ્હીનો એર ક્વૉલિટી ઈન્ડેક્સ (AQI) ખતરનાકમાં ખતરનાક કેટેગરીમાં 640થી 700ની આસપાસ હતો. તે પછી બીજા નંબરે પાકિસ્તાનનાં શહેર લાહોરનો AQI 335 હતો. વિશ્વનાં સૌથી પ્રદૂષિતમાં પ્રદૂષિત શહેરમાં દિલ્હી ટોચ પર છે જ્યારે દુનિયાનાં ખતરનાકમાં ખતરનાક પ્રદૂષિત ટોપ -10 શહેરોમાં ભારતનાં 3 શહેરો દિલ્હી, મુંબઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. શિયાળાને કારણે નીચું તાપમાન, પવનનો અભાવ તેમજ પડોશી રાજ્યોમાં ઘઉંની પરાળી સળગાવવાને કારણે દિલ્હી તેમજ આસપાસનાં શહેરોની હવા ઝેરીલી બનતી હોવાનું અને વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બનતી હોવાનું અભ્યાસમાં જણાવાયું હતું. ખરાબ અને ઝેરીલી હવાને કારણે નવી દિલ્હીનાં 2 કરોડ લોકોને આંખમાં બળતરા થવાની તેમજ ગળામાં ખારાશની સમસ્યા સર્જાઈ હતી. દિલ્હીનાં મોટાભાગનાં વિસ્તારોમાં સતત 6ઠ્ઠા દિવસે હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી હતી અને AQI 480ની આસપાસ ખરાબ કેટેગરીમાં હતો.

સરકારી-ખાનગી આફિસોના 50 ટકા સ્ટાફને વર્ક-ફ્રોમ હોમ કરવાના નિર્દેશ

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ વકરવાને કારણે હવે દિલ્હીના તમામ સરકારી અને ખાનગી કાર્યાલયોમાં 50 ટકા સ્ટાફને વર્કફ્રોમ હોમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રવિવારે દિલ્હી-એનસીઆરમાં પબ્લિક પ્રોજેક્ટ્સના બાંધકામ પર પણ પ્રતિબંધ લાદ્યો છે. સાથે ટ્રક્સ અને કોમર્શિયલ ફોર વ્હીલર્સના દિલ્હીમાં પ્રવેશ સામે પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

દેશનાં ટોપ -10 શહેરોમાં ગ્રેટર નોઈડા અને ફરીદાબાદ સૌથી આગળ

દેશનાં ટોપ -10 શહેરોમાં ગ્રેટર નોઈડા અને ફરીદાબાદ સૌથી આગળ છે. જેમાં ગ્રેટર નોઈડાનો AQI 476 છે જ્યારે ફરીદાબાદનો AQI 456 નોંધાયો હતો. નોઈડામાં 433, હરિયાણાનાં ગુરુગ્રામમાં 435, સિરસામાં 432, કેંન્થલમાં 455, ફતેહાબાદમાં 454 અને હિસ્સારમાં AQI 447 નોંધાયો હતો.

પ્રદૂષિત હવાને કારણે બાળકોનાં માનસિક વિકાસ પર માઠી અસર : પ્રેગનન્ટ મહિલાઓ-બાળકોને ખતરો

આરોગ્ય નિષ્ણાતોનાં મતે પ્રદૂષિત અને ઝેરી હવાને કારણે બાળકોનાં માનસિક વિકાસ પર માઠી અસર થાય છે. બાળકો તેમજ પુખ્ત વયનાં લોકોનાં ફેફસાં AQI 60થી હોય ત્યારે જ તંદુરસ્ત રહે છે. કાળા ડિબાંગ ધુમ્મ્સનાં વાદળોને કારણે દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાયું છે. સફદરજંગ હોસ્પિટલનાં ડૉ. નીરજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, દિલ્હીનાં રહીશોનાં શ્વાસમાં ઝેરીલી હવા જાય છે તેથી તેઓ ગંભીર બીમારીનો ભોગ બની શકે છે. ફેફસાંનું કેન્સર થવાની શક્યતા પણ વધે છે. ખરાબ હવા પ્રેગનન્ટ મહિલા અને બાળકો માટે ખતરાજનક છે.

પ્રાથમિક સ્કૂલો 10 નવેમ્બર સુધી બંધ

દિલ્હીની પ્રાથમિક સ્કુલો 10મી નવેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. 6થી 12નાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા વિચારાઈ રહ્યું છે.

પ્રદૂષણની અત્યંત ગંભીર સ્થિતિના પગલે દિલ્હીમાં ગ્રેપ-4 નિયંત્રણો લાગુ

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર થતાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રેપ)ના ચોથા તબક્કા હેઠળના (ગ્રેપ-4) પ્રતિબંધો લાગુ કરાયા છે. તે અંતર્ગત દિલ્હીમાં આવશ્યક સેવાઓ માટેની ટ્રકો સિવાયની ટ્રકો પર પ્રવેશ પ્રતિબંધિત કરી દેવાયો છે. જોકે સીએનજી અને ઇલેક્ટ્રિક ટ્રકોને પ્રવેશ અપાશે. બાંધકામો પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને દિલ્હી-એનસીઆરમાં સરકારી કચેરીઓ અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરાવવા સહિતના પગલાં ભરવા સૂચન કર્યું છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર કેટલું ખતરનાક છે તેનો અંદાજ એ બાબત પરથી આવી શકે છે કે દિલ્હીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની નિર્ધારિત મર્યાદાથી અંદાજે 100 ગણું વધારે પ્રદૂષણ છે. રવિવારે દિલ્હીના વજીરપુર વિસ્તારમાં AQI 859 હતો.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
રાજકોટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Editor By Editor 7 hours ago
 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની માર્ચ મહિનાના અંતમાં સંભવિત જાહેરાત
 રાજકોટ ડિવિઝનના હાપા યાર્ડમાં ₹35.41 કરોડના ખર્ચે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?