- પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાઇ
- ‘ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિમાં પાકિસ્તાન એશિયાની સૌથી ખરાબ ટીમ’
- ગિલક્રિસ્ટે સ્પષ્ટતા જારી કરીને કહ્યું કે આ નિવેદનો પાયાવિહોણા
તાજેતરમાં જ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાંગારૂ ટીમે પાકિસ્તાનનો 3-0થી ક્લીન સ્વીપ કર્યુ હતુ. સિરીઝ બાદ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટનું એક નિવેદન ચર્ચામાં છે, જેના વિશે હવે આ અનુભવીએ એક મોટો ખુલાસો કર્યો છે.
ગિલક્રિસ્ટે આપી સ્પષ્ટતા
વાસ્તવમાં, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટું અને ફેક નિવેદનો’ ફેલાવ્યા પછી ગુસ્સે દેખાયા. એક ફેસબુક એકાઉન્ટે ગિલક્રિસ્ટનું નિવેદન શેર કર્યું છે, જેમાં લખ્યું છે, ‘ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિમાં પાકિસ્તાન એશિયાની સૌથી ખરાબ ટીમ છે, તેણે છેલ્લા 35 વર્ષમાં અહીં શું જીત્યું છે? આ પોસ્ટ વાયરલ થયા બાદ ગિલક્રિસ્ટે સ્પષ્ટતા જારી કરીને કહ્યું કે આ નિવેદનો પાયાવિહોણા છે. ‘મેં એવું ક્યારેય કહ્યું નથી. આ તદ્દન નકલી, ફેક નિવેદન છે.
ગિલક્રિસ્ટ થયો ગુસ્સે
ગિલક્રિસ્ટે પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, ‘કેટલાક ફેક એકાઉન્ટ્સથી આવા ખોટા નિવેદનો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. મેં આ ક્યારેય કહ્યું નથી. મારા મતે, પાકિસ્તાને આ શ્રેણીમાં વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ સામે શાનદાર, લડાયક પ્રદર્શન કર્યું અને તેઓ કેટલીક ટેસ્ટ જીતી શક્યા હોત. તેમણે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને આકરી લડત આપવા બદલ પાકિસ્તાનની પણ પ્રશંસા કરી હતી. શાન મસૂદના નેતૃત્વમાં પાકિસ્તાન 0-3થી શ્રેણી હારી ગયું હતું. ગિલક્રિસ્ટે કહ્યું, ‘પાકિસ્તાને આ ઉનાળામાં ઘણી વખત વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ સામે શાનદાર પ્રદર્શન કર્યું અને લગભગ એક કે બે ટેસ્ટ મેચ જીતી લીધી.’
ઓસ્ટ્રેલિયાની ધરતી પર પાકિસ્તાનની 17મી વખત હાર
પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાની ધરતી પર સતત 17મી ટેસ્ટ મેચ હારી ગયું છે. ટેસ્ટ શ્રેણીની હાર બાદ, પાકિસ્તાન તેના નવા કેપ્ટન શાહીન શાહ આફ્રિદીના નેતૃત્વમાં T20I માં તેના નવા યુગની શરૂઆત કરી રહ્યું છે. શુક્રવાર, 12 જાન્યુઆરીના રોજ ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે શરૂઆતની T20I મેચમાં તેઓ કેન વિલિયમસનની ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.


