વિમન્સ પ્રીમિયર લીગ 2025માં આજે ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે રમાશે. આ સિઝનમાં ગુજરાતની આ બીજી મેચ છે, જ્યારે યુપી વોરિયર્સ તેની પ્રથમ મેચ રમશે. ગુજરાત જાયન્ટ્સની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતને હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે ગુજરાતની ટીમ પાછલી મેચની ભૂલોને ભૂલીને આ મેચ જીતવા ઈચ્છશે, જ્યારે યુપી વોરિયર્સની ટીમ ગુજરાતને હરાવીને WPLની ત્રીજી સિઝનની શરૂઆત કરવા ઈચ્છશે. તે જ સમયે, આ મેચમાં, ચાહકોની નજર બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન પર રહેશે.
ગુજરાતમાં પરિવર્તનની શક્યતા ઓછી
છેલ્લી મેચમાં ગુજરાત જાયન્ટ્સની બેટિંગ અદ્દભૂત રહી હતી. જો કે, ટીમ ચોક્કસપણે બોલિંગ અને ફિલ્ડિંગમાં સુધારો કરવા માંગશે. RCB સામે ગુજરાતની ખૂબ જ નબળી ફિલ્ડિંગ જોવા મળી હતી. ગુજરાતની બેથ મૂની અને એશ્લે ગાર્ડનર શાનદાર ફોર્મમાં છે, બંને ખેલાડીઓએ છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં ફરી એકવાર ટીમને આ બંને ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
યુપી વોરિયર્સની સંભવીત પ્લેઇંગ ઇલેવન
દીપ્તિ શર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત, ચમરી અટાપટ્ટુ, ચિનેલ હેનરી, ઉમા છેત્રી (વિકેટમેન), વૃંદા દિનેશ, ગ્રેસ હેરિસ, આરુષી ગોયલ, ઉમા છેત્રી (વિકેટમાં), ઇલાના કિંગ, સોફી એક્લેસ્ટોન.
ગુજરાત જાયન્ટ્સની સંભવીત પ્લેઇંગ ઇલેવન
એશ્લે ગાર્ડનર (કેપ્ટન), બેથ મૂની (વિકેટકીપર), લૌરા વોલ્વાર્ડ, ડેલાન હેમલતા, સિમરન શેખ, ડાયન્ડ્રા ડોટિન, હરલીન દેઓલ, તનુજા કંવર, સાયલી સતઘરે, કાશવી ગૌતમ, પ્રિયા મિશ્રા.
ટુર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો ભાગ લઇ રહી છે
ટુર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો ભાગ લઇ રહી છે. તમામ ટીમો એકબીજા સામે 2-2 મેચ રમશે. આ રીતે એક ટીમ કુલ આઠ મેચ રમશે. લીગ તબક્કાની 20 મેચ 14 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી રમાશે. રસપ્રદ વાત એ છે કે આ વખતે કોઈપણ દિવસે ડબલ હેડર નહીં હોય એટલે કે એક જ દિવસે કોઈ બે મેચ રમાશે નહીં.


