મુંબઈ ઈન્ડિયન્સે યુપી વોરિયર્સને 8 વિકેટે હરાવ્યું છે. નેટ સિવર બ્રન્ટે બેટિંગમાં 75 રનની અણનમ અને શાનદાર અડધી સદીની ઈનિંગ રમી, આ સાથે તેને બોલિંગમાં પણ યુપીને 3 ઝટકા આપ્યા.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા યુપીએ 142 રન બનાવ્યા હતા, જે મુંબઈ ઈન્ડિયન્સે 18 બોલ બાકી રહેતા હાંસલ કર્યા હતા. મુંબઈ તરફથી બ્રન્ટે 75 અને ઓપનર હેલી મેથ્યુઝે 59 રન બનાવ્યા. યુપી તરફથી કેપ્ટન દીપ્તિ શર્મા એકમાત્ર બોલર હતી, જેણે વિકેટ લીધી.
યુપી વોરિયર્સ ખરાબ શરુઆત
આ મેચમાં યુપી વોરિયર્સ શરૂઆતથી જ ડગમગતું દેખાતું હતું. ગ્રેસ હેરિસ અને વૃંદા દિનેશ સિવાય, અન્ય કોઈ ખેલાડી ટીમ માટે મોટો સ્કોર કરી શક્યો ન હતો. પરિસ્થિતિ એવી હતી કે યુપીના 11 માંથી 7 બેટ્સમેન બે આંકડાનો આંકડો પણ સ્પર્શી શક્યા નહીં. પાછલી મેચમાં, યુપીએ આરસીબીને સુપર ઓવર સુધી પહોંચેલી મેચમાં હરાવ્યું હતું.
નેટ સિવર બ્રન્ટની તોફાની ઈનિંગ
મુંબઈ ઈન્ડિયન્સની જીતનો પાયો નેટ સિવર બ્રન્ટે નાખ્યો હતો, જેણે બોલિંગમાં 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી. જ્યારે 143 રનના લક્ષ્યનો પીછો કરવાનો સમય આવ્યો, ત્યારે મુંબઈએ યાસ્તિકા ભાટિયાની વિકેટ વહેલી ગુમાવી દીધી. તે શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગઈ. પરંતુ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા બ્રન્ટે અણનમ 75 રન બનાવીને મુંબઈની જીતમાં સૌથી મોટો ફાળો આપ્યો. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવી.
મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર
ગઈકાલની મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને, દિલ્હી કેપિટલ્સે WPL 2025 ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું. હવે મુંબઈ ઈન્ડિયન્સના પણ 6 પોઈન્ટ છે અને નેટ રન-રેટના સંદર્ભમાં દિલ્હી કરતા સારી સ્થિતિમાં હોવાને કારણે, MI ટોપ પર પહોંચી ગયું છે.


