આજે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની સીઝનનો ચોથો દિવસ છે. વડોદરામાં રમાઈ રહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સામે થશે. બંને ટીમોએ અત્યાર સુધી એક-એક મેચ રમી છે અને જીત મેળવી છે. સ્વાભાવિક છે કે બંને ટીમો પોતાનો વિજય ક્રમ ચાલુ રાખવા માંગશે, પરંતુ એ વાત ચોક્કસ છે કે તેમાંથી એક ટીમને આજે સિઝનની પહેલી હારનો સામનો કરવો પડશે.


