વિમેન્સ પ્રીમિયર લીગ 2026 9 જાન્યુઆરીથી શરૂ થવાની છે. બધી 6 ટીમોએ ટુર્નામેન્ટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝ એક મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે.
જેમીમા રોડ્રિગ્ઝને WPLની આગામી સીઝન માટે દિલ્હી કેપિટલ્સની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. દિલ્હી ફ્રેન્ચાઈઝીએ આ અંગે સંકેત આપ્યો છે.
જેમિમા રોડ્રિગ્ઝ ODI વર્લ્ડકપમાં હતું શાનદાર પ્રદર્શન
મીડિયા રિપોર્ટ મુજબ આગામી સિઝન માટે જેમીમા રોડ્રિગ્ઝ કેપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળશે. તાજેતરમાં પૂર્ણ થયેલા ODI વર્લ્ડકપ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમની જીતમાં જેમીમાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, તે મેચમાં તેને સદી ફટકારી હતી.
દિલ્હી ફ્રેન્ચાઈઝીએ WPL 2026 મેગા ઓક્શન પહેલા ભૂતપૂર્વ કેપ્ટન મેગ લેનિંગને રિલીઝ કરી હતી, જ્યારે જેમીમાને રિટેન કરી હતી. જેમીમાની કેપ્ટનશીપ અંગે સત્તાવાર જાહેરાત મંગળવારે 23 ડિસેમ્બર થવાની અપેક્ષા છે.
દિલ્હી કેપિટલ્સે શેર કર્યો છે એક ખાસ વીડિયો
22 ડિસેમ્બરના રોજ દિલ્હી કેપિટલ્સે 23 ડિસેમ્બર મંગળવારના રોજ સાંજે 6 વાગ્યે સ્ટાર સ્પોર્ટ્સ અને જિયોહોટસ્ટાર પર એક મોટી જાહેરાત કરતો એક વીડિયો શેર કર્યો. ત્યારથી ફેન્સે અટકળો શરૂ કરી દીધી છે. ફેન્સ માને છે કે દિલ્હી કેપિટલ્સ મહિલા પ્રીમિયર લીગ માટે નવી કેપ્ટનની જાહેરાત કરશે. ઘણા લોકો જેમીમા રોડ્રિગ્ઝને કેપ્ટનશીપ માટે પહેલી પસંદગી ગણાવી રહ્યા છે.
જેમીમા કેપ્ટન બનવાની રેસમાં છે આગળ
25 વર્ષની જેમીમાએ હજુ સુધી ભારતીય ટીમની કેપ્ટનશીપ પણ સંભાળી નથી. પરંતુ મેગ લેનિંગે ફ્રેન્ચાઈઝી છોડી દીધા પછી, જેમીમા કેપ્ટનશીપ માટે સૌથી આગળ છે. તાજેતરમાં દિલ્હી કેપિટલ્સમાં જોડાયેલી અને સાઉથ આફ્રિકાને મહિલા વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચાડનાર લૌરા વોલ્વાર્ડ પણ કેપ્ટનશીપની દોડમાં હતી. પરંતુ દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદાલે સંકેત આપ્યો હતો કે જેમીમા કેપ્ટન હશે. તેમને કહ્યું કે ફ્રેન્ચાઈઝી ભારતીય ખેલાડીને કેપ્ટન બનાવવા માંગે છે.
આ પણ વાંચો: Team India માટે વર્ષ 2025માં સૌથી વધુ સદી ફટકારનારા ટોપ 5 ખેલાડીઓ


