મહિલા પ્રીમિયર લીગ (WPL) ની ઐતિહાસિક અને સૌપ્રથમ મેગા હરાજી આજે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. ક્રિકેટ જગતની નજર આ ઇવેન્ટ પર છે, જ્યાં લીગની પાંચ ફ્રેન્ચાઈઝી ટીમો આગામી સીઝન માટે પોતાની ટીમ તૈયાર કરવા મેદાનમાં ઉતરશે. WPL 2026 માટે યોજાનારી આ ઓક્શનમાં કુલ 277 ખેલાડીઓનું ભાવિ નક્કી થશે.


