ભારતનું નામ રોશન કરનાર ઓલિમ્પિક કુસ્તીબાજ રવિ દહિયાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે. કુસ્તીબાજ રવિ દહિયા જીવનની નવી શરૂઆત કરી. કુસ્તીબાજ લગ્નના બંધનમાં બંધાયા. રવિ દહિયાએ ખેડૂત પુત્રી સાથે લગ્ન કર્યા. કુસ્તીબાજ લગ્ન ઉપરાંત વધુ એક બાબતને લઈને સમાચારમાં છે. મીડિયામાં સમાચાર છે કે પહેલવાન રવિ દહિયાએ દહેજ લીધા વગર ખેડૂતની પુત્રીની પોતાની જીવનસાથી બનાવી. આ કામને લઈને લોકો કુસ્તીબાજની પ્રશંસા કરી રહ્યા છે. તેના ફેન્સ એ જાણવા આતુર છે કે આખરે કોણ છે રવિ દહિયાની જીવનસંગીની.
કોણ છે રવિ દહિયાની જીવનસંગીની
અહેવાલો અનુસાર, ગત 31 નવેમ્બરના દિવસે હરિયાણાના સોનીપતના રેસલર અને ઓલિમ્પિક મેડલિસ્ટ રવિ દહિયાએ રિચા સાથે લગ્ન કરી લીધા છે. રવિ દહિયાએ પરિવાર અને સંબંધીઓની હાજરીમાં ખેડૂત પુત્રી રિચા સાથે રવિવારના દિવસે લગ્ન કર્યા. રવિ દહિયાની પત્ની રિચા તે તેના મજબૂત વ્યક્તિત્વ, નમ્ર સ્વભાવ અને શિક્ષણ પ્રત્યે સમર્પણ માટે જાણીતી છે. તે હાલમાં ભૂગોળ વિષયમાં માસ્ટર કરી રહી છે અને UGC NET ની તૈયારી કરી રહી છે. રવિ સાથેના લગ્નને લઈને રિચાએ કહ્યું કે તેના માટે આ બધું સ્વપ્ન સમાન છે.
રવિ દહિયાના પગલાંની પ્રશંસા
જણાવી દઈએ કે દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. ઓલિમ્પિકમાં વિજેતા બન્યા બાદ ફક્ત ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં દહિયાને પ્રસિદ્ધિ મળી. દહેજ લીધા વગર રવિ દહિયાએ લગ્ન કરતાં લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. રવિ દહિયાના પિતાએ જણાવ્યું કે તેમણે ફક્ત એક રૂપિયામાં લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. રિચાના પિતા રજનીશે પણ કહ્યું કે તેઓ ખૂબ ખુશ છે કે તેમની દીકરી કુસ્તીબાજોના પરિવારમાં જોડાઈ રહી છે.રિચા પસંદગી મુજબ કામ કરી શકે છે. બંને પરિવારો ખેતી કરે છે. રવિ અને રિચાના લગ્ન થતા બંને પરિવારો વધુ ખુશ છે.
આ પણ વાંચો : Virat Kohliએ મેદાનની વચ્ચે યશસ્વી જયસ્વાલની ઉડાવી મજાક , જુઓ Video


