ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ફાઈનલની લોર્ડ્સમાં શરુઆત થઈ રહી છે. આ પહેલી વાર છે કે જ્યારે આ બંને ટીમ કોઈ ICC ટુર્નામેન્ટ ફાઈનલમાં આમને સામને છે.
સાઉથ આફ્રિકાની ટીમ પહેલી વાર WTCની ફાઈનલમાં પહોંચી છે આવામાં ટીમ પાસે પોતાનું પહેલું ટાઈટલ જીતવા માટે સુવર્ણ તક છે. જ્યારે ટેમ્બા બાવુમાની કેપ્ટનશિપમાં સાઉથ આફ્રિકા એક પણ મેચ હારી નથી.
જે પણ ટીમ જીતશે પહેલી વાર હાંસલ કરશે આ સિદ્ધિ
WTCની ફાઈનલ માટે બંને ટીમોએ એક દિવસ પહેલા જ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. બંને ટીમ ઘણી મજબૂત જોવા મળી રહી છે. જો ફાઈનલ મેચ સાઉથ આફ્રિકા જીતી જાય છે તો પહેલી વાર આ ટાઈટલ પોતાને નામ કરશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઈનલ મેચ જીતી જાય છે કો તે 2 વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઈટલ જીતનારી પહેલી ટીમ બનશે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હરાવીને પહેલી વાર પોતાનું ટાઈટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયા 2 વાર ફાઈનલમાં પહોંચી છે અને બંને વાર ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
સતત 7 ટેસ્ટ મેચ જીતીને આવી છે સાઉથ આફ્રિકાની ટીમ
ટેમ્બા બાવુમાની કેપ્ટનશિપમાં સાઉથ આફ્રિકાની ટીમ ટેસ્ટ ફોર્મેટમાં ધૂમ મચાવી રહી છે. સાઉથ આફ્રિકાએ છેલ્લી 7 ટેસ્ટ મેચમાં સતત જીત હાંસલ કરી છે. હવે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાની ટીમ ટેમ્બા બાવુમાની કેપ્ટનશિપમાં ઈતિહાસ રચવા માગશે.
ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુસેન, કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યૂ વેબસ્ટર, એલેક્સ કૈરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ.
ફાઈનલ માટે સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન
ટેમ્બા બાવુમા, એડન માર્કરામ, રિયાન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંઘમ, કાયલ વેરેલ, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુંગી એનગિડી