વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025માં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા આમને-સામને હતા. સાઉથ આફ્રિકાએ 5 વિકેટે મેચ જીતીને ઈતિહાસ રચ્યો. 27 વર્ષ પછી સાઉથ આફ્રિકાએ ICC ટ્રોફીને પોતાને નામ કરી. ઓસ્ટ્રેલિયા WTC ફાઈનલ જીતી શક્યું નહીં. હાર બાદ કેપ્ટન પેટ કમિન્સે મોટું નિવેદન આપ્યું છે.
હાર બાદ પેટ કમિન્સે કહી આ વાત
હાર બાદ પેટ કમિન્સે કહ્યું કે વસ્તુઓ ખૂબ જ જલ્દી બદલાઈ શકે છે, પરંતુ કમનસીબે આ ખૂબ જ દૂરની વાત હતી. હંમેશા કેટલીક બાબતો હોય છે, પહેલી ઈનિંગમાં સારી લીડ અને તેમને આઉટ કરવાનો પ્રયાસ, તે બન્યું નહીં. બંનેમાંથી થોડું, આ બે વર્ષ શાનદાર રહ્યા છે. એવું લાગતું હતું કે વિકેટ સપાટ થઈ ગઈ છે, પરંતુ અહીં તે બદલાઈ શકે છે, કમનસીબે તે બન્યું નહીં. નાથન લાયન ખતરનાક દેખાતો હતો, પરંતુ તેને વિકેટ મળી ન હતી, એડેન માર્કરામે શાનદાર ઈનિંગ રમી. સાઉથ આફ્રિકા ચેમ્પિયનનું હકદાર હતું, તેઓએ પોતાને રમતમાં રાખ્યા અને તકનો ફાયદો લીધો.
આવી હતી મેચની સ્થિતિ
પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 56.4 ઓવરમાં 212 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ અને બ્યુ વેબસ્ટરે અડધી સદી ફટકારી હતી. સ્ટીવ સ્મિથે 112 બોલમાં 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવાય વેબસ્ટરે 92 બોલમાં 72 રન બનાવ્યા હતા.
સાઉથ આફ્રિકાએ પહેલી ઈનિંગમાં 57.1 ઓવરમાં 138 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 74 રનની લીડ મેળવી હતી. આ પછી પણ ટીમને હારનો સામનો કરવો પડ્યો.
સાઉથ આફ્રિકાએ પોતાની પકડ કરી મજબૂત
પહેલી ઈનિંગમાં લીડ લીધા બાદ ઓસ્ટ્રેલિયા બીજા ઈનિંગમાં સારી બેટિંગ કરી શક્યું નહીં. ઓસ્ટ્રેલિયાએ માત્ર 73 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મિચેલ સ્ટાર્કે 58 રન અને એલેક્સ કેરીએ 43 રનની શાનદાર ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 65 ઓવરમાં 207 રન સુધી પહોંચાડ્યો અને સાઉથ આફ્રિકાને જીત માટે 282 રનનો ટાર્ગેટ આપ્યો.
ટાર્ગેટનો પીછો કરતી વખતે સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. રિયાન રિકેલ્ટન 8 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો. પરંતુ એડન માર્કરામે એક છેડેથી ટીમને મજબૂત રીતે સંભાળી. ત્રીજા દિવસની રમત પૂરી થાય તે પહેલાં તેને સદી ફટકારી. એડન માર્કરામને ટેમ્બા બાવુમાનો પણ સાથ મળ્યો. તેને અડધી સદીની ઈનિંગ પણ રમી. પરંતુ ચોથા દિવસે તે જલ્દી આઉટ થઈ ગયો. બીજા ઈનિંગમાં, ટેમ્બા બાવુમાના બેટે 134 બોલમાં 66 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. જ્યારે એડન માર્કરામે 207 બોલમાં 136 રનની શાનદાર સદીની ઈનિંગ રમી.