વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના થર્ડ સિઝનની ફાઈનલ 11 જૂનથી ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ ફાઈનલ પહેલા પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો હતો.
કાંગારૂ ટીમને શરૂઆતમાં લોર્ડ્સમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. રિપોર્ટ મુજબ કાંગારૂ ટીમને કહેવામાં આવ્યું હતું કે લોર્ડ્સનું મેદાન ટ્રેનિંગ માટે ઉપલબ્ધ નથી. આ પરિસ્થિતિમાં, ટીમને ત્રણ કલાક મુસાફરી કરવી પડી જેથી ખેલાડીઓ વૈકલ્પિક ટ્રેનિંગ મેદાન શોધી શકે.
ઓસ્ટ્રેલિયન ટીમને કેમ ન મળી મંજૂરી?
ઓસ્ટ્રેલિયન ટીમને લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવાની મંજૂરી ન આપવાનું સાચું કારણ સ્પષ્ટ નથી, પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાએ દાવો કર્યો હતો કે ભારતીય ટીમના કારણે આવું થયું હતું. ઓસ્ટ્રેલિયન મીડિયા મુજબ ભારતીય ટીમ લોર્ડ્સમાં પ્રેક્ટિસ કરી રહી હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમને પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઓસ્ટ્રેલિયન ટીમના ખર્ચે ભારતીય ટીમને લોર્ડ્સમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે પેટ કમિન્સની ટીમને ત્યાંથી પાછી મોકલી દેવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 11 જૂનથી શરૂ થઈ રહી છે, પરંતુ ભારતીય ટીમ 20 જૂને ઈંગ્લેન્ડ સામે તેની પહેલી ટેસ્ટ રમશે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લોર્ડ્સ ખાતે રમવાની છે, જે 10 જુલાઈથી શરૂ થશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કમિન્સે આપ્યું મોટું નિવેદન
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને રવિવારે લોર્ડ્સમાં પ્રેક્ટિસ કરવાની તક મળી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટીમની તૈયારીઓ અને લોર્ડ્સમાં રમતી વખતે થતી સતત ટીકા વિશે વાત કરી.
પેટ કમિન્સ કહ્યું કે ‘મને લાગે છે કે આજે સવારે લોર્ડ્સ સ્ટેડિયમનું આ બેસ્ટ સ્વરૂપ છે. અહીં કોઈ નથી, જે સારું છે. આ વખતે બધું શાંતિપૂર્ણ રહેશે. છેલ્લી એશિઝ સિરીઝ દરમિયાન, વાતાવરણ ખૂબ ગરમ થઈ ગયું હતું, પરંતુ મને લાગે છે કે હવે લોકો શીખી ગયા હશે અને આ વખતે વધુ સભ્ય બનશે.’
ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડ, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ભારત સામે રમનારી ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત
બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બેથલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સે, સેમ કરન, જેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.
ઈંગ્લેન્ડ સામે ભારતની ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ
20-24 જૂન 2025 – પહેલી ટેસ્ટ, હેડિંગ્લે, લીડ્સ
2-6 જુલાઈ 2025 – બીજી ટેસ્ટ, અજબેસ્ટન, બર્મિંઘમ
10-14 જુલાઈ 2025 – ત્રીજી ટેસ્ટ, લોર્ડસ, લંડન
23-27 જુલાઈ 2025 – ચોથી ટેસ્ટ, ઓલ્ડ ટ્રેફર્ડ, માનચેસ્ટર
31 જુલાઈ – 4 ઓગસ્ટ 2025 – પાંચમી ટેસ્ટ, ઓવલ, લંડન