ભારત સહિત વિશ્વભરમાં ખુબ જ લોકપ્રિય બનેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) શનિવારે સાંજે અચાનક ક્રેશ થઈ ગયું છે, જેના કારણે લાખો યુઝર્સ ખુબ જ પરેશાન થયા છે. યુઝર્સને તેમના ફીડ્સ ઍક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે અને ઘણા લોકોએ પોસ્ટ શેર કરવામાં અથવા નવા ટ્વીટ પોસ્ટ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાની જાણ કરી છે. X કેમ ડાઉન છે તે અંગે હાલમાં કોઈ માહિતી સામે આવી નથી. જો કે આ ટેકનિકલ ખામી વૈશ્વિક સ્તરે અનુભવાઈ છે અને ઘણા દેશોના યુઝર્સે ટ્વીટર ડાઉન હોવાની જાણકારી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે. ત્યારે ભારતમાં પણ લાખો યુઝર્સને આના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. કારણ કે હાલમાં, X રાજકીય, સામાજિક અને વ્યવસાયિક સંવાદનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે.
X સર્વિસિસ હજુ પણ યોગ્ય રીતે કામ કરી રહી નથી
તમને જણાવી દઈએ કે ગઈકાલ રાતના સમયથી X યુઝર્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી કે વેબસાઈટની સર્વિસ યુઝ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ફરી એક વખત સોશિયલ મીડિયામાં X પ્લેટફોર્મની સાઈટ ડાઉન થઈ છે અને આજે શનિવાર સવારથી પણ X ની સ્થિતિ બહુ સારી નથી. આ મામલે કંપની તરફથી માહિતી આપવામાં આવી કે ડેટા સેન્ટરમાં ટેકનિકલ ખામીને કારણે અનેક સેવાઓને અસર થઈ રહી છે. તેના કારણે X સર્વિસિસ હજુ પણ યોગ્ય રીતે કામ કરી રહી નથી.
ડેટાની સલામતી અંગે પણ ચિંતાઓ
મસ્કની કંપનીએ હજુ સુધી આ ડેટા સેન્ટરની નિષ્ફળતા પાછળનું સાચું કારણ સ્પષ્ટ કર્યું નથી. આનાથી વપરાશકર્તાઓની ખાનગી વાતચીત અને ડેટાની સલામતી અંગે પણ ચિંતાઓ વધી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ મજાક અને મીમ્સ બનાવી રહ્યા છે અને વધુ પારદર્શિતાની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે એલન મસ્કે ટવીટર પ્લેટફોર્મ પર વધુ યુઝર્સ જોડાય માટે ખાસ સુવિધા આપી હતી. તમારી માહિતીની પ્રાઈવસી રહશે. તેઓ પોતાના નિશ્ચિત વર્તુળોમાં માહિતી શેર કરી શકશે. આ માટે પ્રીમિયમ સુવિધા પણ શરૂ કરાઈ હતી.