- ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે ખાસ સિદ્ધી હાંસલ કરી
- 22 વર્ષની ઉંમરમાં T20I 5 વખત 50થી વધુ રન બનાવ્યા
- યશસ્વી જયસ્વાલે રોહિત શર્મા અને ઋષભ પંતને પાછળ છોડ્યા
ભારતના સ્ટાર બેટ્સમેન 22 વર્ષની ઉંમરમાં ઈતિહાસ રચી દીધો છે. યશસ્વી જયસ્વાલ 22 વર્ષની ઉંમરમાં T20 ઈન્ટરનેશનલમાં 5 વખત 50થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. યશસ્વી જયસ્વાલે રવિવારે અફઘાનિસ્તાન સામે રમાયેલી બીજી મેચમાં આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. યશસ્વી જયસ્વાલ નાની ઉંમરે રોહિત શર્મા અને ઋષભ પંત જેવા ખેલાડીઓને પાછળ છોડ્યા છે.
જયસ્વાલની T20 કારકિર્દી
ગયા વર્ષે IPLમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી હતી. આ પછી યશસ્વી જયસ્વાલે 16 T20 મેચ રમીને 498 રન બનાવ્યા છે. જયસ્વાલે T20 ઇન્ટરનેશનલમાં ચાર ફિફ્ટી અને એક સદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન જયસ્વાલની સરેરાશ 35 રહી છે અને તેણે 163ના મજબૂત સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા છે.
ઋષભ પંતને પાછળ છોડ્યો
હાલમાં યશસ્વી જયસ્વાલ રોહિત શર્મા અને ઋષભ પંત જેવા દિગ્ગજ ખેલાડીઓથી પણ આગળ નીકળી ગયો છે. રોહિત શર્માએ 23 વર્ષની ઉંમરે T20 ઈન્ટરનેશનલ રમતા બે વખત 50 રનનો આંકડો પાર કર્યો હતો. ઋષભ પંત પણ વધારે કરી શક્યો ન હતો અને તેણે 23 વર્ષની ઉંમરે T20 ઇન્ટરનેશનલમાં બે વખત 50 પ્લસ રન બનાવ્યા હતા. આ બે ખેલાડીઓ સિવાય તિલક વર્મા એ નામ છે જેણે 23 વર્ષથી ઓછી ઉંમરમાં બે વખત 50 પ્લસનો સ્કોર કર્યો છે.
IPLનું પ્રદર્શન પણ ઘણું મહત્વનું રહેશે.
યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો તેણે T20 ઈન્ટરનેશનલમાં ઓપનર તરીકે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જયસ્વાલને ઓપનિંગ સ્લોટમાં શુભમન ગિલના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ અફઘાનિસ્તાન સામેની સીરિઝની બીજી મેચમાં જે રીતે જયસ્વાલે બેટિંગ કરી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે હાલમાં તેનો દબદબો છે. જો કે, ફાઇનલ સ્લોટ ફિક્સ કરવામાં IPLનું પ્રદર્શન પણ ઘણું મહત્વનું રહેશે.


