- યુકે સાથે મુક્ત વેપાર અંગે વાટાઘાટો ચાલી રહી હોવાનો પીયૂષ ગોયલનો દાવો
- કેનેડાએ તેનાં 41 રાજદ્વારીઓને બીજા દેશમાં મોકલ્યા હતા
- વણસેલા સંબંધોથી ભારતને કોઈ નુકસાન થવાનું નથી
કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનાં આરોપો પછી ભારત અને કેનેડા વચ્ચેનાં સંબંધો વણસ્યા છે. ભારતે આ પછી કેનેડા સામે આકરું વલણ અપનાવીને તેનાં 41 રાજદ્વારીઓને ભારત છોડવા ફરમાન કર્યું હતું. કેનેડાએ તેનાં 41 રાજદ્વારીઓને બીજા દેશમાં મોકલ્યા હતા. કેનેડા સાથે કથળેલા સંબંધો વચ્ચે ભારતે ફરી એકવાર તેને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. એક કાર્યક્રમમાં કેન્દ્રનાં પ્રધાન પીયૂષ ગોયલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ભારત સાથે કેનેડાએ સંબંધો ખરાબ કર્યા છે તેથી આ મુદ્દે નુકસાન કેનેડાને જ થવાનું છે. વણસેલા સંબંધોથી ભારતને કોઈ નુકસાન થવાનું નથી.
કેનેડા સાથે ભારતે વાતચીત બંધ કરી નથી
એક કાર્યક્રમમાં પીયૂષ ગોયલને કેનેડા સાથેનાં સંબંધો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, કેનેડા સાથે ભારતે વાતચીત બંધ કરી નથી. કેનેડાએ વાતચીત બંધ કરી છે. ત્યાંના કેટલાક નેતાઓ કોઈ આધાર વિના ખોટા ભ્રમમાં છે. આથી કેનેડાને જ નુકસાન થવાનું છે ભારતને નહીં. ભારતનો વેપાર અને માર્કેટ વધ્યા છે આથી તેનું નુકસાન કેનેડાએ ભોગવવાનું છે. પીયૂષ ગોયલે કહ્યું હતું કે યુકે સાથે વેપાર મુદ્દે વાતચીત ચાલુ છે. આ મામલે લોકો સાથે વાતચીત કરીને જયશંકર તેમજ નિર્મલા સીતારામન દ્વારા યોગ્ય નિર્ણયો લેવાઈ રહ્યા છે.