- હોવાનું મહેણું ભાંગવા ગિફ્ટસિટીમાં છૂટછાટ’
- દારૂની છૂટછાટ અંગે ‘ગિફ્ટ’ના એમડી-સીઇઓએ સત્તાવાર કારણ આપ્યું
- લિકરની છૂટછાટનો અમલ ટૂંક સમયમાં શરૂ થશે : તપન રે
ગિફ્ટ સિટીમાં દારૂની અપાયેલી છૂટછાટના કારણો આપતાં ગિફ્ટ સિટીના મૅનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઈઓ તપન રેએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, ગિફ્ટસિટી એ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર છે, એમાં વૈશ્વિક સ્તરે ઘણી સ્પર્ધા હોય છે, સ્વાભાવિક રીતે ગિફ્ટસિટીની સ્પર્ધા દુબઈ સાથે હોય, સિંગાપોર સાથે હોય અને આ હરીફાઈમાં જો આપણે ઉતરતાં રહીએ તો ફાઇનાન્સિયલ સર્વિસ આપતી કંપનીઓ ગિફ્ટસિટીમાં આવે નહીં, તેથી કોઈને પણ અહીં નહીં આવવાનું કારણ ના મળે કે અહીં દારૂની છૂટછાટ નથી એટલે ના અવાય, આ કારણસર ગિફ્ટ સિટીમાં લીકરની છૂટછાટ અપાઈ છે. અલબત્ત જે લોકો ગિફ્ટ સિટીમાં કામ કરે છે તેમના માટે જ છૂટ અપાઈ છે. તેમની સાથે જે લોકો ગિફ્ટસિટીમાં બિઝનેસ કામ અર્થે આવે છે તેમને છૂટ અપાઈ છે. ટૂંકમાં ગિફ્ટ સિટીમાં નહીં આવવાનું કારણ કોઈને ના મળે તે પરિપ્રેક્ષ્યમાં આ રાહત અપાઈ છે. ખાસ કરીને ફિન-ટેક સેક્ટરમાં યુવા ટેલેન્ટ્સ કામ કરતી હોય છે. જે પ્રમાણે બેંગ્લુરુમાં, હૈદરાબાદમાં યંગ ટેલેન્ટ્સ કામ કરવા તૈયાર થાય છે તે આપણે ત્યાં કામ કરવા કેમ નથી આવતા, કેમ કે આ યુવાનોને નાઇટલાઇફ જોઈએ છે, જે આપણે ત્યાં ગિફ્ટસિટીમાં નથી. આ બધું ધ્યાને રાખીને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અપાઈ છે.
તપન રેએ જણાવ્યું કે, લીકર પરમિશન આપવાની કાર્યવાહી હમણાં શરૂ થઈ છે, નોટિફિકેશન બે દિવસ પહેલાં જ બહાર પડયું છે. FL3 લાઇસન્સ આપવા માટે ગૃહવિભાગના એસીએસની આગેવાનીમાં એક ઉચ્ચ કક્ષાની કમિટી બનાવાઈ છે, જેમ જેમ આ લાઇસન્સ માગવામાં આવશે તેમ તેમ ટૂંક સમયમાં પરમિશન આપવાનું શરૂ થશે. 10મી જાન્યુઆરીએ સાંજે પાંચ વાગે વડાપ્રધાન મોદીની નિશ્રામાં વૈશ્વિક કંપનીઓના લીડરો સાથે ગિફ્ટ સિટી ખાતે યોજાનારા ‘ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ’ની માહિતી આપવા માટે ગુરુવારે ગાંધીનગર ખાતે તપન રેએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં થયેલી પૃચ્છા દરમિયાન એમણે ઉપરોક્ત ખુલાસો કર્યો હતો.


