ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા મામલે નવી ખબર સામે આવી છે. બોમ્બે હાઇકોર્ટે આ મામલે કેસ સમાપ્ત કરવા 20 માર્ચેનો આદેશ આપ્યો છે. બાન્દ્રાની ફેમિલી કોર્ટને છૂટાછેડા પર અંતિમ નિર્ણય આપવા માટે બોમ્બે હોઇકોર્ટે આદેશ આપ્યો છે. બોમ્બે હોઇકોર્ટે 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરીયડ પણ માફ કર્યો છે. આ માટે યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ એક સંયુક્ત અરજી દાખલ કરી છે.
ચહલ-ધનશ્રી કેસમાં હાઇકોર્ટનો નવો આદેશ
છૂટાછેડા માટે અરજી કરવા માટે 6 મહિનાનો ટાઇમ પિરીયડ આપવામાં આવે છે. જેમાં ફરી એકત્ર થવા માટે સમય આપવામાં આવે છે. પરંતુ જો આવી કોઇ સંભાવના ન દેખાય તો કોર્ટ આ ટાઇમ પિરીયડ માફ કરે છે. 22 માર્ચથી આઇપીએલ-2025ની શરૂઆત થઇ રહી છે. અને 25 માર્ચના રોજ પંજાબની મેચ રમાવાની છે. પંજાબ ટીમમાં યુજવેન્દ્ર ચહલ રમવા ઉતરશે અને સૌ કોઇની નજર તેના પર રહેશે. આગામી બે મહિના સુધી યુજવેન્દ્ર ચહલ આઇપીએલમાં વ્યસ્ત રહેશે. આ તમામ પરિસ્થિતીઓને જોતા બોમ્બે હાઇકોર્ટે બાન્દ્રાની ફેમિલી કોર્ટને 20 માર્ચ સુધી છૂટાછેડા પર અંતિમ નિર્ણય આપવા આદેશ કર્યો છે.
અઢી વર્ષથી અલગ રહેતા હતા ચહલ અને ધનશ્રી
યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા અઢી વર્ષથી અલગ રહેતા હતા. જૂન 2022થી તેઓ એકબીજા સાથે રહેતા ન હતા. અને બંને પોતાપોતાના કાર્યોંમાં વ્યસ્ત હતા. હાઇકોર્ટે આ મામલે પોતાની મોહર લગાવી છે કે હવે ચહલ દંપત્તિ એકસાથે નથી રહેતા. અને પરસ્પર સંમતિથી છૂટાછેટા માટે અરજી દાખલ કરી હતી. ભરણપોષણ અંગે બંને વચ્ચે પરસ્પર કરાર થયો છે. આ અંતર્ગત યુજવેન્દ્ર ચહલે ધનશ્રી વર્માને 4.75 કરોડ રૂપિયા આપશે. ફેમિલી કોર્ટના જણાવ્યા અનુસાર, તેમણે આમાંથી 2.37 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે થયેલા કરાર મુજબ, છૂટાછેડાના આદેશ પછી જ ભરણપોષણનો બીજો હપ્તો ચૂકવવાનો રહેશે. તમને જણાવી દઈએ કે બંને વચ્ચેનો સંબંધ ફક્ત 5 વર્ષ પહેલા શરૂ થયો હતો. કોવિડ મહામારી દરમિયાન, નૃત્ય વર્ગો દરમિયાન નિકટતા વધી અને પછી મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. ચહલ અને ધનશ્રીના લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. જોકે, આ સંબંધ 2 વર્ષ પણ ટકી શક્યા ન હતા.


