ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચા થઈ રહી છે. હવે આ દરમિયાન એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ચહલે ધનશ્રી વર્મા સાથે સેટલમેન્ટ કરી લીધું છે. આ સેટલમેન્ટ માટે ચહલે ધનશ્રી વર્માને કરોડો રૂપિયા આપ્યા છે. તમને જણાવી દઈએ કે શું છે સમગ્ર મામલો.
તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચહલે ધનશ્રી વર્મા સાથે સેટલમેન્ટ કરવા માટે તેને 60 કરોડ રૂપિયા આપ્યા છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં ઘણા દાવા કરવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના ખોટા સાબિત થયા છે.
કપલે હજુ સુધી આપી નથી પ્રતિક્રિયા
60 કરોડ રૂપિયાના સમાધાન દાવા અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. આ બાબતે ધનશ્રીએ હજુ સુધી કોઈએ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલે પણ આવું કંઈ કહ્યું નથી. આ પહેલા યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેને તેના પરિવાર, મૂલ્યો અને ફેન્સના સમર્થન વિશે વાત કરી હતી અને કોઈ નાણાકીય વ્યવહારનો ઉલ્લેખ નથી.
યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રીની કુલ સંપત્તિ કેટલી છે?
તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની કુલ સંપત્તિમાં સતત ઝડપથી વધારો થયો છે. હાલમાં, યુઝવેન્દ્ર ચહલની કુલ સંપત્તિ આશરે 45 કરોડ રૂપિયા છે. જ્યારે, યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી 23 કરોડ રૂપિયાથી વધુની માલિક છે. બંને વચ્ચે કયા કારણોસર અણબનાવ થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. આ સમાચાર સોશિયલ મીડિયા વાયરલ થઈ રહેલી પોસ્ટને આધારે લખવામાં આવ્યા છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


