આરજે મહવશનું નામ ગયા વર્ષથી ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે જોડાઈ રહ્યું છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. IPL 2025ની આખી સીઝન દરમિયાન મહવશ ચહલની ટીમ પંજાબ કિંગ્સને સપોર્ટ કરતી પણ જોવા મળી હતી. જોકે, ચહલની ટીમ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારી ગઈ હતી. ત્યાર બાદ મહવશે સોશિયલ મીડિયા પર સાથે ઘણા ફોટા પોસ્ટ કર્યા છે જેમાં એક ફોટો શ્રેયસ ઐયર અને તેની બહેન સાથે પણ હતો. ત્યાર બાદ લોકો આ તસવીરો પર ખૂબ મજા લઈ રહ્યા છે અને કહે છે કે, ચહલ મહવશને ઐયરથી દૂર રાખો.
IPL ફાઇનલ બાદ મહવશે શેર કરી પોસ્ટ
IPL ફાઇનલ બાદ મહવશે ચહલ અને પંજાબ ટીમ માટે એક ખાસ પોસ્ટ બનાવી હતી. જેમાં તેણીએ ઘણી બધી તસવીરો શેર કરી હતી. આ દરમિયાન મહવાશ જણાવ્યું હતું કે ચહલે આખી સિઝનમાં 3 ફ્રેક્ચર સાથે બોલિંગ કરી હતી. તેણીએ ચહલની ખૂબ પ્રશંસા કરી હતી. મહવાશની પોસ્ટમાં ઐયર અને તેની બહેન સાથેનો ફોટો પણ હતો. આ દરમિયાન લોકોએ મહવશની પોસ્ટ પર અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. એક ફેને લખ્યું કે ‘વાહ દીદી, વાહ આખરે મેં તને કહ્યું હતું કે તું પતિ ચોર છે.’ તે જ સમયે, એક ફેન્સે લખ્યું હતું કે ‘દરેક વ્યક્તિ ખ્યાતિ માટે યુજીનો ઉપયોગ કરી રહ્યો છે.’ બીજા એક વ્યક્તિએ લખ્યું કે ‘ચહલ ભાઈ, શ્રેયસ ઐયરથી દૂર રહો.’
ચહલના છૂટાછેડા સાથે બંનેના અફેરની ચર્ચા
ચહલે વર્ષ 2020માં ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના 4 વર્ષ બાદ તેમના છૂટાછેડાની અફવાઓ ઉડવા લાગી હતી. આ દરમિયાન ગયા વર્ષે ક્રિસમસ દરમિયાન મહવશ અને ચહલ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. ત્યારથી તેમના સંબંધોના સમાચાર વધુ તીવ્ર બન્યા હતા. ચહલ અને ધનશ્રીના માર્ચ 2025 માં છૂટાછેડા થયા હતા. પરંતુ આ પહેલા ચહલ-મહવશ ઘણી વખત એકબીજા સાથે જોવા મળ્યા હતા. જોકે, બંનેએ હજુ સુધી સંબંધ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.