ભારતીય ક્રિકેટર ઝહીર ખાન અને ‘ચક દે ઈન્ડિયા’ ફેમ અભિનેત્રી સાગરિકા ઘાટગેએ પ્રશંસકોને એક મોટા ખુશખબર આપ્યા છે. લગ્નના 8 વર્ષ પછી, સાગરિકા અને ઝહીરનું ઘર કીલકીલાટથી ગુંજી ઉઠ્યુ છે. આ દંપતી હવે માતા-પિતા બની ગયું છે. હવે બંનેએ બાળકના આગમનની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરીને, ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેએ જાહેરાત કરી કે તેમના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. આ દંપતીએ દીકરાના આગમનની જાહેરાત કરી છે.
લગ્નના 8 વર્ષ પછી ઝહીર અને સાગરિકા માતા-પિતા બન્યા
ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેએ આ ખુશખબર આપીને બંનેએ સીધી જાહેરાત કરી છે કે તેઓ એક બાળકના માતા-પિતા બન્યા છે. આ સેલિબ્રિટી કપલે ઇન્સ્ટાગ્રામ પર પોતાના દીકરાના આગમનની જાહેરાત કરીને પોતાના પ્રશંસકોને ખુશ કર્યા છે. બંનેએ પોતાની પોસ્ટમાં બાળકની પહેલી ઝલક પણ બતાવી છે.
ઝહીર અને સાગરિકાએ તેમના પુત્રની એક ઝલક બતાવી
સાગરિકા અને ઝહીરે સોશિયલ મીડિયા પર 2 તસવીરો શેર કરી છે. એક ફોટામાં, આ દંપતી તેમના પુત્રને તેડેલો જોવા મળે છે. ઝહીર તેના દીકરાને ખોળામાં લઈ રહ્યો છે અને સાગરિકા તેને ગળે લગાવેલી જોવા મળે છે. આમાં માતા-પિતાની ખુશી સ્પષ્ટ દેખાય છે. જ્યારે, બીજા ફોટામાં બાળકના નાના હાથની ઝલક દેખાય છે. હવે બાળકની પહેલી ઝલકની સાથે તેનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ઝહીર અને સાગરિકાએ તેમના પુત્રનું નામ શું રાખ્યું?
આ તસવીરો શેર કરતી વખતે, દંપતીએ લખ્યું, ‘પ્રેમ, કૃતજ્ઞતા અને દૈવી આશીર્વાદ સાથે, અમે અમારા કિંમતી નાના બાળક, ફતેહ સિંહ ખાનનું સ્વાગત કરીએ છીએ.’ સાગરિકા અને ઝહીરે તેમના પ્રિયનું નામ ફતેહ સિંહ ખાન રાખ્યું છે. હવે સેલિબ્રિટી, ક્રિકેટર અને ચાહકો આ કપલને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. તેમજ બાળક પર આશીર્વાદ અને પ્રેમ વરસાવી રહ્યા છે.


